Saturday, 18 January 2014

સ્ટિંગ ઓપરેશન પરથી બનેલી થ્રિલર ‘અમેરિકન હસલ’

સ્ટિંગ ઓપરેશનનો પરિચય સામાન્ય ભારતીયને ત્યારે થયો હતો જ્યારે વર્ષ ૨૦૦૧માં તહેલકા ડોટ કોમે ભ્રષ્ટ નેતાઓનેઓન કેમેરાલાંચ લેતા ઝડપીને સનસનાટી મચાવી દીધી હતી. અમેરિકા જેવા દેશોમાં આવા સ્ટિંગ ઓપરેશનો દાયકાઓ અગાઉથી થતા આવ્યા છે. ૧૯૭૮ના વર્ષમાં અમેરિકાના ભ્રષ્ટ સરકારી અધિકારીઓને રંગેહાથ ઝડપવા માટે અમેરિકાની કેન્દ્રીય તપાસ સંસ્થા એફ.બી.આઇ. દ્વારાએબ સ્કૅમ’ (આરબ સ્કૅમ) નામનું આવું જ એક સ્ટિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અબ્દુલ એન્ટરપ્રાઇઝ નામની બનાવટી કંપનીના આરબ માલિકને ગેરકાયદે અમેરિકન નાગરિકત્વ અપાવવા માટે લાંચ લેનારા અનેક અધિકારીઓ આ છટકામાં આબાદ સપડાયા હતા. ‘અમેરિકન હસલફિલ્મ એ જ ઘટનાને આધારે બની છે.  


ફિલ્મમાં એફ.બી.આઇ.નો સિક્રેટ એજન્ટ બનેલો રિચી (બ્રેડલી કૂપર) લોકોને બેંક લૉન આપવાના મામલે ઠગાઈ કરતા ઇરવિંગ (ક્રિશ્ચિયન બેલ) અને તેની પ્રેમિકા સિડની (એમી એડમ્સ)ને ઝડપી પાડે છે. રિચી બંનેને નિર્દોષ છોડી મૂકવા તૈયાર થાય છે પણ એ શરતે કે તેઓ એક સ્ટિંગ ઓપરેશન પાર પાડવામાં તેને મદદરૂપ થાય. ઇરવિંગ અને સિડની જેલની સજાથી બચવા રિચીની મદદ કરવા તૈયાર થાય છે. ઇરવિંગ ન્યુજર્સીના મેયર કાર્માઇન પોલિટો (જેરેમી રેનર) પાસે જઈને કહે છે કે તેનો એક ધનાઢ્ય આરબ મિત્ર અમેરિકામાં બિઝનેસ કરવા ઈચ્છે છે. એટલાન્ટિક સિટીમાં જુગારખાનું શરૂ કરવા માટે કાર્માઇનને રોકાણકારની જરૂર હોવાથી તે પેલા આરબ કરોડપતિને મળવા તૈયાર થાય છે. ભાંગી-તૂટી અરેબિક ભાષા બોલતા મેક્સિકન-અમેરિકન એફ.બી.આઇ. એજન્ટને શેખ અબદુલ્લા તરીકે રજૂ કરીને રિચી કાર્માઇનને લપેટવાની કોશિશ કરે છે.

બીજી તરફ ઇરવિંગ અને સિડની વચ્ચે ખટરાગ સર્જાય છે. હકીકતમાં ઇરવિંગ પરણેલો હોય છે અને એક બાળકનો પિતા હોય છે. સિડની સાથે લગ્ન કરવા માટે તે પોતાની માથાફરેલ પત્ની રોઝાલીન (જેનીફર લોરેન્સ)ને છૂટાછેડા આપવા તૈયાર હોય છે પરંતુ એકના એક દીકરાનો કબજો કોને મળે એ બાબતે બંને વચ્ચે મડાગાંઠ સર્જાઈ હોય છે. લાંબા સમયથી આ મુદ્દાનો નિવેડો આવતો ન હોવાથી સિડનીને ઇરવિંગ પર શંકા થવા લાગે છે. પોતાના ભવિષ્ય બદલ સાશંક સિડની કોઈ નહીં ને રિચી તરફ આકર્ષાય છે. રિચી પણ તેની લાગણીઓનો હકારાત્મક પ્રતિભાવ આપે છે.
   
કાર્માઇન શેખ અબ્દુલ્લાને લઈને માફિયા કિંગ વિક્ટર (રોબર્ટ ડી નિરો) પાસે જાય છે. શેખના ઉચ્ચારોને લીધે વિક્ટરને તેના પર શંકા જાય છે. વિક્ટર શેખને કહે છે કે, અમેરિકામાં ધંધો કરવો હોય તો સૌપ્રથમ અમેરિકન નાગરિકત્વ લેવું પડશે અને એ કામ ગેરકાયદેસર કરવા માટે સરકારી અધિકારીઓને લાંચ આપવી પડશે. આ કામ બદલ શેખ પાસે ૧૦ મિલિયન ડૉલરની માંગણી કરવામાં આવે છે.

ખૂંખાર વિક્ટરના પ્રવેશથી ઇરવિંગ અને સિડની ફફડી ઉઠે છે કેમ કે હવે પ્લાનમાં સહેજ પણ ચૂક થઈ અને વિક્ટરને એની ખબર પડી તો મોતની સજા પાકી હતી. બંને પીછેહઠ કરવા તૈયાર થાય છે પણ રિચી એમને ડરાવે છે કે દુનિયામાં એવો કોઈ ખૂણો નથી જ્યાં તેઓ વિક્ટરથી છુપાઈ શકે. વિક્ટરથી બચવાનો એક જ ઉપાય છે કે તેને પણ અન્યોની સાથે સ્ટિંગ ઓપરેશનમાં ફસાવી હંમેશ માટે જેલ મોકલી આપવામાં આવે. રિચીને મોઢામોઢ હા પાડ્યા બાદ ઇરવિંગ સિડનીને કહે છે કે આ બધા ઝમેલામાંથી બહાર નીકળવા માટે તેની પાસે એક પ્લાન છે.

પછી? પછી શું થયું? ઇરવિંગ અને સિડની વિક્ટર અને રિચીના હાથમાંથી છટકી શક્યા? રિચીનું સ્ટિંગ ઓપરેશન સફળ થયું? રોઝાલીનથી છૂટો થઈને ઇરવિંગ સિડનીને પરણી શક્યો કે પછી રિચીને પામવા સિડનીએ ઇરવિંગ સાથે ગદ્દારી કરી? આ તમામ પ્રશ્નોના જવાબ મેળવવા માટે નાટ્યાત્મક વળાંકોથી ભરપૂરઅમેરિકન હસલજોવી રહી.

સત્યઘટના પરથી બની હોવા છતાં ફિલ્મના કથાનકને વધુ રસપ્રદ બનાવવા માટે તેમાં કેટલાક મસાલા ભભરાવવામાં આવ્યા છે. ફિલ્મમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે પોતાના પિતાનો કાચની બારીઓની મરામત કરવાનો ધંધો બરાબર ચાલતો રહે એ માટે બાળવયે ઇરવિંગ લોકોના બારીઓના કાચ તોડી નાખતો હતો. હકીકત એ છે કે ઇરવિંગનું પાત્ર જેનાથી પ્રેરિત છે એ મેલ્વિન વેઇનબર્ગ સ્થાનિક અધિકારીઓ સામે વિરોધ-પ્રદર્શન માટે તેમના ઘરો અને ઓફિસોની બારીઓના કાચ તોડતો. ફિલ્મમાં ઇરવિંગની પ્રેમિકા સિડનીનો લાંબો રોલ છે પરંતુ હકીકતમાં મેલ્વિનની અસલી પ્રેમિકા ઇવલીન નાઇટ મેલ્વિન સાથે એબ સ્કૅમમાં એટલી હદે નહોતી સંડોવાઈ. શેખ અબદુલ્લાનો રોલ ફિલ્મમાં એક જ અભિનેતાએ ભજવ્યો છે. અસલી શેખ એફ.બી.આઇ.ના બે અલગ અલગ એજન્ટ બન્યા હતા, જેમાં એક અમેરિકન હતો અને બીજો લેબેનીઝ-અમેરિકન.

૨૦ ડિસેમ્બર, ૨૦૧૩ના રોજ અમેરિકામાં રિલીઝ થયેલી આ ફિલ્મને જબરજસ્ત સફળતા મળી છે. વિવેચકોએ ફિલ્મને મોં-ફાટ વખાણી છે તો બોક્સ ઓફિસ ઉપર પણ ફિલ્મે સફળતાના ઝંડા ખોડ્યા છે. સિત્તેરનો દાયકો ફિલ્મમાં બખૂબી જીવંત કરાયો છે. વાર્તાથી લઈને દિગ્દર્શન અને સંવાદોથી લઈને અભિનય એમ તમામ મોરચે ફિલ્મ વિજયી નીવડે છે. ‘થ્રી કિંગ્સઅનેસિલ્વર લાઇનિંગ્સ પ્લેબુકજેવી અદ્ભુત ફિલ્મોનું દિગ્દર્શન કરી ચૂકેલા ડેવિડ રસેલે અમેરિકન હસલમાં પણ ધાર્યું નિશાન પાર પાડ્યું છે. ધરખમ અદાકારો પાસે તેમણે શ્રેષ્ઠ અભિનય કરાવ્યો છે. ઓસ્કાર એવૉર્ડ્સ પછી સૌથી વધુ સન્માનજનક ગણાતા ગોલ્ડન ગ્લોબ એવૉર્ડ્સમાં સાત અને બાફ્ટા એવૉર્ડ્સમાં દસ એવૉર્ડ્સ માટે નામાંકન મેળવી ચૂકેલી આ ફિલ્મ ઓસ્કાર એવૉર્ડ્સમાં પણ સપાટો બોલાવશે એવી ધારણા છે. ભારતમાં ફિલ્મ ૧૭ જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે

નોંધઃ ૧૭ જાન્યુઆરી ૨૦૧૩ના રોજ  લેખ 'ગુજરાત ગાર્ડિયન'ની પૂર્તિ 'ફિલ્મ ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.

Tuesday, 14 January 2014

Film Review : Dedh Ishquia

Dedh Ishquia is the perfect example of a well-balanced film. a perfectly casted, perfectly acted and perfectly scripted film. Hats off to the director Abhishek Chaubey for keeping each and every thing in control. Everything from songs to dialogues and costumes to cinematography blends so well with the core theme of the movie. One might wonder what’s going on when some characters behave and act weirdly, but then pieces fall into places post interval and leaving you amazed. arshad has found his magical timing with comedy yet again. naseer is the old wine. huma too is effective among the BAAPs of acting. Madhuri has underplayed her character like never before. Impressively impeccable are her dancing skills. Even though I found Ishquia was better, this one also lives up to the expectations.  A must watch for those who truly understand what Cinema is…  


Saturday, 11 January 2014

૨૦૧૪ના ટોપ-ટેન હોલિવૂડ આકર્ષણ

નવા વર્ષની શરૂઆત થતાં જ સિનેરસિકોને ૨૦૧૪માં કઈ-કઈ ફિલ્મો રિલીઝ થઈ રહી છે એ જાણવાની તાલાવેલી લાગે એ સ્વાભાવિક છે. હોલિવૂડની ફિલ્મોના અઠંગ શોખિનો માટે હાજર છે આગામી વર્ષમાં ફિલ્મી પડદે ધૂમ મચાવવા આવી રહેલી રસપ્રદ ફિલ્મોની યાદી. સિક્વલોની ભરમાર અને સુપરહિરોઝની ધમાલ સાથે સાયન્સ ફિક્શન અને હિસ્ટોરીકલ ડ્રામાનો ડોઝ પણ ખરો. હેવ અ લૂક.

ધી અમેઝિંગ સ્પાઇડરમેન ૨
સ્પાઇડરમેનને એકને બદલે ત્રણ ખૂંખાર વિલનનો સામનો કરતો જોવા માટે આ ફિલ્મ જોવી જ રહી. જૂના અને જાણીતા ગોબ્લિન ઉપરાંત ઇલેક્ટ્રો અને ર્હાઇનો આ ફિલ્મમાં સ્પાઇડરમેનને એક્શનનો ઓવરટાઇમ કરાવશે. ફિલ્મના ટ્રેલરને યુ-ટ્યુબ પર સવા બે કરોડ હિટ્સ મળી છે!   

એક્સમેનઃ ડેઝ ઓફ ફ્યુચર પાસ્ટ
એક્સમેન સિરિઝની સાતમી ફિલ્મ. અન્ય સુપરહિરો ફિલ્મોથી એક્સમેન ફિલ્મો એ રીતે અલગ પડે છે કે અહીં એક ને બદલે એક-એકથી ચડિયાતા સુપરપાવર ધરાવતા ઢગલાબંધ પાત્રો હોય છે. જૂના જોગી સમા મ્યુટન્ટ સાથે બીજાની શક્તિઓ શોષી લેનાર બિશપ, સૂર્ય જેવી ઉષ્ણતા ધરાવનાર સનસ્પોટ અને પલક ઝપકાવતાં જ અહીંથી તહીં પહોંચી જનાર બ્લિંક જેવા નવા મ્યુટન્ટનો ઉમેરો થયો છે. વાર્તા સિત્તેરના દાયકામાં આકાર લેતી હોવાથી ફિલ્મને એક અલગ જ રેટ્રો ફિલ મળી છે.

ધી મોન્યુમેન્ટ્સ મેન
બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન હિટલરની નાઝી સેનાએ યુરોપમાંથી કળાના બહુમૂલ્ય નમૂનાઓ ચોરીને સગેવગે કરી દીધા હતા. એ ખજાનાને શોધવા માટે મેદાને પડેલા સાત બાહોશ નરબંકાઓની વાર્તા કહેતી આ ફિલ્મના તમામ સિનેમેટિક પાસાં જબરજસ્ત મજબૂત છે. જ્યોર્જ ક્લૂનીએ અભિનય ઉપરાંત દિગ્દર્શન, લેખન અને નિર્માણની જવાબદારી પણ ઉપાડી છે. મેટ ડેમન અને કેટ બ્લૅનચેટ ફિલ્મના અન્ય સ્ટાર અદાકારો છે

ટ્રાન્સેન્ડન્સ
જીવલેણ હુમલાનો ભોગ બનેલો વિજ્ઞાની મરી જાય એ પહેલા તેના મગજનો ડેટા કમ્પ્યુટરમાં શિફ્ટ કરી લેવામાં આવે છે. વિજ્ઞાની તો મરી જાય છે પરંતુ તેના અમાપ જ્ઞાનથી સમૃદ્ધ થયેલું કમ્પ્યુટર હવે પોતાની રીતે વિચારવા લાગે છે. સુપરપાવર બનીને તેને વિશ્વ પર રાજ કરવાની મહેચ્છા જાગે છે જે પૃથ્વીને વિનાશ તરફ દોરી જાય છે. અદ્ભુત સ્ટોરીલાઇન ધરાવતી આ સાયન્સ ફિક્શન થ્રીલરમાં મુખ્ય પાત્ર નીભાવે છે સુપરસ્ટાર જ્હોની ડેપ. તો આ ફિલ્મ જોવા માટે અન્ય કોઈ કારણની જરૂર ખરી?  

ફાસ્ટ એન્ડ ફ્યુરિઅસ ૭
છઠ્ઠા ભાગમાં વિન ડિઝલે લંડનના માફિયા લુક ઇવાન્સને ખતમ કર્યો હતો એનો બદલો લેવા લુકનો ભાઇ જેસન સ્ટેધામ વિન ડિઝલ એન્ડ કંપનીની પાછળ પડે છે. એક્શન સ્ટાર જેસનની એન્ટ્રીથી ફિલ્મનું વજન બેશક વધ્યું છે પણ દર્શકો માટે મુખ્ય આકર્ષણ તો સ્વર્ગિય પોલ વૉકર જ રહેશે.   


ધી હન્ગર ગૅમ્સઃ મોકિંગ જે
હન્ગર ગૅમ્સ ટ્રાયોલોજીના આ ત્રીજા ભાગમાં હિરોઇન જેનિફર લોરેન્સ પાનેમ રાજ્યને તેના તાનાશાહી શાસકોના તાબામાંથી મુક્ત કરાવવા બળવો કરશેમૂળ નવલકથાનો ત્રીજો ભાગ બે ભાગમાં વહેંચીને બે ફિલ્મો બનાવવામાં આવી છે.


ધી હોબિટઃ ધેર એન્ડ બેક અગેઇન
આ ફિલ્મ વામન બિલ્બો બેગિન્સની કહાનીનો આખરી અંક છેઆગ ઓકતા દૈત્યાકાર ડ્રેગનને મારીને હોબિટ્સને પોતાનો ખજાનો મેળવવામાં અનેક નવી મુશ્કેલીઓનો સામનો કરવો પડશેઆ ફિલ્મ પણ અગાઉના બે ભાગની જેમ ૪૮ ફ્રેમ પ્રતિ સેકન્ડમાં ફિલ્માંકિત થઈ છે.

ઇન્ટરસ્ટેલર

ગ્લૉબલ વોર્મિંગને લીધે અસંતુલીત થઈ ગયેલા પર્યાવરણને લીધે ધરતી પર અનાજની અછત સર્જાય છે, અને બ્રહ્માંડના કોઈ ખૂણે પૃથ્વી જેવા ઉપજાઉ ગ્રહને શોધવા માટે સંશોધકો ખોજ આદરે છે એવી વાર્તા ધરાવતી આ સાઇ-ફાઇ ફિલ્મના દિગ્દર્શક જિનિયસ ફિલ્મમેકર ક્રિસ્ટોફર નોલાન હોવાથી આ ફિલ્મે સિનેરસિકોમાં ભારે ઉત્તેજના જગાવી છે.  

ટ્રાન્સફોર્મર્સ ૪એજ ઓફ એક્સ્ટિંક્શન
ટ્રાન્સફોર્મર્સ સિરિઝની ત્રણ ફિલ્મોમાં ધરતીને ધમરોળનારા વિશાળકાય ટ્રાન્સફોર્મર્સ(રૂપ બદલતા રોબોટ્સઅચાનક અદૃશ્ય થઈ ગયા હોય છેએક સંશોધકને અનાયાસે જ એક રોબોટ જમીનમાં દટાયેલો મળી આવે છે અને ફરીવાર ટ્રાન્સફોર્મર્સની આખી જમાત ઊભી કરવામાં આવે છેઅગાઉની ફિલ્મોમાંથી એક પણ કલાકારને આ ચોથા ભાગમાં લેવામાં આવ્યો નથીમાર્ક વૉલબર્ગ જેવા સ્ટાર અભિનેતાએક્શન ફિલ્મોના માસ્ટર ડિરેક્ટર માઇકલ બે અને સ્ટિવન સ્પિલબર્ગ સરીખા લૅજેન્ડરી પ્રોડ્યુસરની ત્રિપુટી કંઈક નવું આપશે એવી આશા રાખી શકાય.

૩૦૦: રાઇઝ ઓફ એન એમ્પાયર

પર્સિયાના રાજા ગોડ કિંગઝેર્ક્સિની સેના કેરિયા સામ્રાજ્ય પર ચડાઈ કરે છે અને ભીષણ યુદ્ધ છેડાય છે એવી વાર્તા ધરાવતી આ ફિલ્મ ૨૦૦૭માં રજૂ થયેલા તેના પહેલા ભાગ જેવી જ રસ્ટિક ઇફેક્ટ્સથી ભરપૂર છે. ફિલ્મના કેન્દ્રસ્થાને રહેલો હિંસાત્મક અને લોહિયાળ જંગ જ તેનું જમાપાસું છે.   


નોંધઃ ૧ જાન્યુઆરી૨૦૧૪ના રોજ  લેખ 'ગુજરાત ગાર્ડિયન'ની પૂર્તિ 'ગુડબાય ૨૦૧૩ વેલકમ ૨૦૧૪'માં પ્રસિદ્ધ થયો છે.

Saturday, 4 January 2014

૨૦૧૩ની ટોપ-ટેન હોલિવૂડ મૂવીઝ

વર્ષ પૂરું થાય એટલે વિષયવાર ફલાણા-ઢીંકણા ટોપ ટેન સરવૈયા તૈયાર થઈ જાય છે. લોકોને પણ એ જાણવું ગમે છે કે, કોણે કેવું તીર માર્યું અને કોણ નિશાન ચૂકી ગયું. સી.એન.એન. જેવી પ્રતિષ્ઠિત ચેનલે વીતેલા વર્ષમાં હોલિવૂડની ફિલ્મો વિશે એક સર્વે કરાવ્યો હતો, જેમાં લોકોએ તેમને સૌથી વધુ ગમેલી ફિલ્મો માટે વોટિંગ કર્યું હતું. આ લિસ્ટમાં કેટલીક બહુ જાણીતી ફિલ્મોની એન્ટ્રી સાથે કેટલીક નવાઈ લાગે એવી ફિલ્મોનો પણ સમાવેશ થાય છે. ચલો તો ફીર, જસ્ટ હેવ અ લૂક.  

૧૦. ટ્વેલ્વ યર્સ અ સ્લેવ.
ઓગણીસમી સદીમાં અમેરિકામાં વ્યાપ્ત ગુલામી પ્રથા પર આધારિત આ ફિલ્મ બોક્સઓફિસ પર ભારે સફળતાને તો વરી જ છે, પણ વિવેચકોએ પણ ફિલ્મના ખૂબ વખાણ કર્યાં છે. પોણા બસ્સો વર્ષ જૂના જમાનાને આબેહુબ તાદૃશ્ય કરતી આ ફિલ્મમાં દર્શાવાયેલી ક્રૂરતા દર્શકોને વિચલીત કરી દે છે. સ્ટિવ મૅક્વીનના સચોટ દિગ્દર્શન તથા માઇકલ ફેસબેન્ડર, ચેવિટેલ જ્યોફર અને લુપિટા યોન્ગોના અદ્ભુત અભિનયથી ઓપતી આ ફિલ્મ આ વર્ષના ઓસ્કાર એવોર્ડ્સની અનેક કેટેગરીમાં નામાંકિત થવાની શક્યતા ધરાવે છે.   

. મોન્સ્ટર્સ યુનિવર્સિટી.
૨૦૦૧ની સુપરહિટમોન્સ્ટર્સ ઇન્ક.’ની આ પ્રિક્વલ તેના ચાહકોને બહુ લાંબી રાહ જોવડાવ્યા બાદ ૨૦૧૩માં રજૂ થઈ અને રજૂ થતાં જ એણે બોક્સઓફિસ પર સપાટો બોલાવી દીધો. આ કોમેડી એનિમેશન ફિલ્મની વાર્તાના કેન્દ્રસ્થાને મોન્સ્ટર્સ યુનિવર્સિટી છે જે મોન્સ્ટર્સને લોકો અને પ્રાણીઓને કઈ રીતે ડરાવવું એની તાલીમ આપતી હોય છે. આ ફિલ્મનો વકરો ૪૪૦૦ કરોડનો રહ્યો હતો!

. ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ, ભાગઃ ૬.
આ ફિલ્મ તાજેતરમાં મૃત્યુ પામેલા સ્ટાર એક્ટર પોલ વૉકરની છેલ્લી રિલીઝ હતી. ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસફિલ્મ સિરિઝની આ છઠ્ઠી ફિલ્મમાં એજન્ટ હોબ્સ(ડ્વૅઇન જ્હૉન્સન, ધ રોક) ડૉમ(વિન ડિઝલ) અને બ્રાયન(પોલ વૉકર)ને તેમની આખી ટીમ સાથે એક ખાસ મિશન માટે લંડન બોલાવે છે જ્યાં તેઓ લંડનના ખૂંખાર માફિયા સામે બાથ ભીડે છે. દિલધડક એક્શન દૃશ્યોથી ભરપૂર આ ફિલ્મ વિશ્વભરમાં ૪૭૦૦ કરોડથી વધુ કમાણી કરી ચૂકી છે.
. મેન ઓફ સ્ટીલ.
ચુંબકીય વ્યક્તિત્વ ધરાવતા હેન્રી કેવિલને સુપરમેન તરીકે ચમકાવતી આ ધમાકેદાર એક્શન ફિલ્મ પણ અન્ય સુપરહિરો ફિલ્મોની માફક સારા વિરુદ્ધ ખરાબની વાર્તા માંડે છે. ૩૯૦૦ કરોડ કમાઈને ફિલ્મે બોક્સઓફિસ પર રીતસરનો તડાકો પાડ્યો હતો.

. ડિસ્પીકેબલ મી, ભાગઃ ૨.
૨૦૧૦માં આવેલી ડિસ્પીકેબલ મીની સિક્વલ આ લિસ્ટની બીજી એનિમેશન ફિલ્મ છે. રાંક પ્રાણીઓને માંસભક્ષી રાક્ષસમાં ફેરવી નાખે એવા દ્રવ્યની રહસ્યમય ચોરી થઈ જતા તેને શોધવાનું કામ બાહોશ ગ્રુ(સ્ટિવ કેરેલ)ને સોંપવામાં આવે છે. કેટલાક વિવેચકોને નબળી લાગી હોવા છતાં દર્શકોએ આ થ્રીડી ફિલ્મને વધાવી લીધી હતી. કમાણીમાં પણ આ ફિલ્મ ૫૫૦૦ કરોડનો વકરો કરીને નંબર ટુ પર રહી હતી!  

. થોરઃ ધી ડાર્ક વર્લ્ડ.

મારવેલ કોમિક્સનીથોરસિરિઝની આ બીજી સુપરહિરો ફિલ્મની વાર્તાના છેડા ઓલટાઇમ બ્લૉકબસ્ટર્સ ફિલ્મોના લિસ્ટમાં ત્રીજા સ્થાને બીરાજતીએવેન્જર્સસુધી લંબાય છે. સમાંતર વિશ્વો વચ્ચે થનારા યુદ્ધને રોકવા મેદાને પડતા થોરને આ ફિલ્મમાં પહેલી ફિલ્મ કરતાંય વધુ વાહવાહી મળી છે. તેનું બોક્સઓફિસ રિઝલ્ટ- ૩૭૦૦ કરોડ રહ્યું હતું



. આયર્નમેન, ભાગ ૩.

આ ફિલ્મમાં તો અભિનેતા રોબર્ટ ડાઉની જુનિયરનો ચાર્મ જ હતો જેણે આ ફિલ્મની શાખ બચાવી લીધી હતી. અગાઉની બે ફિલ્મો સામે સહેજ ઝાંખી પડતી હોવા છતાં આ ફિલ્મે ૭૨૦૦ કરોડની રોકડી કરીને આ વર્ષે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોની યાદીમાં પહેલું સ્થાન મેળવ્યું છે.  






. ગ્રેવિટી.

આ ફિલ્મ માટે તો બે જ શબ્દો વાપરી શકાય, અદ્ભુત અને અવિસ્મરણીય! સાયન્સ ફિક્શન ફિલ્મો તો અનેક બની છે પરંતુ તેના મેકિંગ અને ગ્રાફિક્સને લીધે ગયા વર્ષે ગ્રેવિટી લાજવાબ હતી. માત્ર બે જ પાત્રો હોવા છતાં સતત જકડી રાખતી આ ફિલ્મ ઓસ્કાર એવોર્ડ્સમાં અન્ય ફિલ્મોને તગડી સ્પર્ધા પૂરી પાડશે એ વાત નક્કી છે.   
. સ્ટારટ્રેક ઇન ટુ ડાર્કનેસ.

ભારતમાં નહીં ચાલેલી આ ફિલ્મનું નામ વાંચીને આશ્ચર્ય થયું હોય તો જાણી લો કે આ ફિલ્મે આખી દુનિયામાં કુલ ૨૮૦૦ કરોડ જેટલી કમાણી કરી છે. અવકાશમાં ખેલાતા લેસર યુદ્ધોના દૃશ્યોથી ભરપૂર આ ફિલ્મ ક્લાસિક સાયન્સ ફિક્શન ફિલ્મોના બીબાંમાં બંધબેસતી આવે છે અને એટલે જ આ લિસ્ટમાં બીજા ક્રમાંકે બીરાજે છે.

. ધી હન્ગર ગેમ્સઃ કેચિંગ ફાયર.

ફૂટડી જેનિફર લોરેન્સની આ ફિલ્મ ૨૦૧૨ની સુપરડુપર હિટ 'ધી હન્ગર ગેમ્સ'ની સિક્વલ છે. વાર્તામાં કશીય નવીનતા ન હોવા છતાં આ ફિલ્મ મારફાડ એક્શન સિકવન્સને સહારે ૪૬૦૦ કરોડથી વધારે કમાણી કરી ચૂકી છે.  

સત્યઘટના પર આધારિત ફેન્ટસી-એક્શન ફિલ્મ ‘૪૭ રોનિન’

દર બીજે-ત્રીજે અઠવાડિયે રજૂ થઈ રહેલી લાર્જર ધેન લાઇફ ફેન્ટસી ફિલ્મોના લિસ્ટમાં લેટેસ્ટ ઉમેરો છે ૪૭ રોનિનનો. પ્રકારની મોટાભાગની ફિલ્મો કાલ્પનિક હોય છે પરંતુ ૪૭ રોનિનની વિશેષતા છે કે એની થીમ સત્યઘટનાત્મક છે. ૧૮મી સદીની શરૂઆતમાં જાપાનમાં ઘટેલી ઘટના પરથી બનેલી ફિલ્મની વાર્તા કંઈક આવી છે

શોગન રાજ્યના એક ઉચ્ચ અધિકારી કિરા(તાદાનોબુ અસાનો)ના ષડયંત્રનો ભોગ બનેલા પ્રમાણિક સમુરાઇ યોદ્ધા અસાનો(મિન તનાકા)ને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવે છે. આત્મહત્યાની પદ્ધતિમાં જાપાની યોદ્ધા ઘૂંટણભેર બેસીને એક ધારદાર છરી પોતાના પેઢુમાં ઘુસાવીને પોતાના આંતરડા કાપી નાખવા માટે છરીને ડાબેથી જમણે ઘુમાવે છે. સેપ્પકુ કહેવાતી આત્મહનનની રસમ દ્વારા સમુરાઇ યોદ્ધા સન્માનપૂર્વક જીવનનો અંત આણતા હોય છે

અસાનોની સજાના અમલ બાદ તેના ૩૨૦ સમુરાઇ શિષ્યોને સમુરાઇના સન્માનનીય હોદ્દાને બદલે રોનિન કહેવાતો નીચલો દરજ્જો આપવામાં આવે છે. અપમાનજનક જીવન જીવવા કરતા અસાનોના શિષ્યો પણ સેપ્પકુની સ્વૈચ્છિક સજા સ્વીકારી આત્મહત્યા કરે છે. ૪૬ શિષ્યો આત્મહત્યા કરવાને બદલે કિરાની હત્યા કરીને ગુરુની મોતનો બદલો લેવાના સોગંધ લે છે. ગરીબ જાપાની મહિલા અને બ્રિટિશ સાગરખેડૂના અનૌરસ સંતાન કાઇ(કિઆનુ રિવ્ઝ)ને ન્યાતબહાર મૂકવામાં આવ્યો હોય છે. રાજ્ય દ્વારા તેને થયેલા અપમાનનો બદલો લેવા તે પણ ફૌજની સાથે ૪૭મા રોનિન તરીકે જોડાય છે.


રોનિન ગ્રુપથી ડરીને કિરા પોતાની સલામતી વ્યવસ્થા વધારી દે છે. સતત અંગરક્ષકોથી ઘેરાયેલા રહેતા કિરાના ઘરની સુરક્ષા માટે હજારો સૈનિકો ખડેપગે હાજર રહે છે. અભેદ્ય કિલ્લાસમી સુરક્ષા વ્યવસ્થાને ધ્વસ્ત કરવા બધા રોનિન ભેગા મળીને વિશેષ પ્લાન બનાવે છે. તેઓ શહેરથી દૂર અજ્ઞાતવાસમાં જતા રહે છે અને કોઈપણ હુમલો કરતા નથી જેથી કિરા પોતાની સલામતી બાબતે થોડો બેદરકાર બને. થોડા સમય બાદ તેઓ મજૂર અને વેપારીના વેશમાં શહેરમાં ઘૂસે છે. એક રોનિન તો બનાવટી ઓળખ ઊભી કરી કિરાના કુટુંબની એક યુવતી સાથે લગ્ન પણ કરી લે છે. તેનું લક્ષ્ય કિરાના મહેલ સમા ઘરના ખૂણેખૂણાનો નકશો તૈયાર કરવાનું હોય છે જેથી તેના ઘર પર હુમલો કરતી વખતે તેના સાથીઓને તેના ઘર વિશે જાણ હોય.

લાંબી તૈયારીઓ બાદ એક રાતે કિરાના ઘર પર હુમલો કરવામાં આવે છે. રોનિન યોદ્ધાઓ જીવ પર આવીને લડે છે અને કિરાના અંગરક્ષકોનો સફાયો કરી દે છે. સન્માનપૂર્વક મોતને ભેટી શકે માટે કિરાને સેપ્પકુ સ્વીકારવાનું કહેવામાં આવે છે જેનો તે ઇન્કાર કરે છે. છેવટે કાઇ તેનો શિરચ્છેદ કરીને તેનો અંત આણે છે.
જીવનના એકમાત્ર લક્ષ્યને મેળવી લીધા બાદ રોનિન ટોળકી ધરપકડ વહોરી લે છે. રાજા તેમને સેપ્પકુની સજા સંભળાવે છે અને તમામ રોનિન (જેમાં એક તો ફક્ત સોળ વર્ષનો છોકરો હોય છે) એકી સાથે હસતા મુખે પ્રાણત્યાગ કરે છે.      

આટલી વાર્તા જેમની તેમ રાખીને કેટલાક ફિલ્મી મસાલા પણ ભભરાવવામાં આવ્યા છે. ફિલ્મ એડવેન્ચર ફેન્ટસી હોવાથી આગ ઓકતા ડ્રેગન, રૂપ બદલતી ડાકણ અને વિશાળકાય રાક્ષસો ઉમેરવામાં આવ્યા છે જે મોટાભાગના વિવેચકોને પસંદ આવ્યું નથી. તેમના મતે બિનજરૂરી પાત્રો અને સબપ્લૉટ્સ ઘુસાડીને એક ક્લાસિક કથાનું કચુંબર બનાવી દેવામાં આવ્યું છે. ક્રાઉચિંગ ટાઇગર હિડન ડ્રેગન, ગ્લૅડિએટર અને લોર્ડ ઓફ ધી રિંગ્સ જેવી માઇલસ્ટોન ફિલ્મોની ફિલ્મ ઉપર સ્પષ્ટ છાપ વર્તાય છે તો ફિલ્મનું ટ્રેલર જોઈને ખબર પડી જાય છે.     

ફિલ્મના હીરો કિઆનુ રિવ્ઝનો પરિચય કોઈને આપવો પડે એમ નથી કેમ કે સુપરસ્ટાર છે અને ભારતમાં પણ ખૂબ લોકપ્રિય છે. ૧૯૯૪માં આવેલી થ્રિલરસ્પીડથી એની કેરિયરે સ્પીડ પકડી અને પછી તો ચેઇન રિએક્શન, ડેવિલ્સ એડ્વોકેટ, મેટ્રિક્સ ટ્રાયોલોજિ, કોન્સ્ટેન્ટિન, સમથિંગ્સ ગોટ્ટા ગિવ અને ગિફ્ટ જેવી અનેક સફળ ફિલ્મોની તેણે લાઇન લગાવી દીધી. સ્વભાવે અલગારી એવો કિઆનુ કરોડો કમાતો હોવા છતાં વર્ષો સુધી તેણે કોઈ ઘર ખરીદ્યુ નહોતું. છેક ૨૦૦૩માં તેણે લોસ એન્જેલસના બેવર્લી હિલ્સ ખાતે ઘર લીધું હતું જ્યાં હાલ તે એકાંકી જીવન ગાળે છે.   

૪૭ રોનિનની અત્યંત લોકપ્રિય શૌર્યગાથા પરથી આજ સુધી અનેક વાર્તાઓ, નવલકથાઓ, કાવ્યો, નાટકો, ટીવી સિરિયલો અને ફિલ્મો બની ચૂકી છે. સ્વાભાવિક છે કે હોલિવૂડનું પ્રોડક્શન હોવાથી લેટેસ્ટ ફિલ્મ સૌથી વધુ ભવ્ય અને ખર્ચાળ બની છે. લગભગ ૧૦૦૦ કરોડ રૂપિયાના તોતિંગ બજેટમાં બનેલી ફિલ્મના તમામ ટેકનિકલ પાસા ઉત્કૃષ્ટ છે. આર્ટ ડિરેક્શન અને કોસ્ચ્યુમ્સ વખાણવા લાયક છે, તો કમ્પ્યુટર ગ્રાફિક્સ પણ લાજવાબ છે.

ગુરુના મોતનો બદલો લેવા માટે જાનની બાજી લગાવી દેનાર તમામ રોનિનને તેમના ગુરુની કબરની આસપાસ દફનાવવામાં આવ્યા હતા. પાછળથી સ્થળને બૌદ્ધ મંદિરમાં ફેરવી દેવામાં આવ્યું હતું. ટોકિયો શહેર નજીકના મિનાટો પરાં ખાતે આવેલું શેંગાકુ-જીમંદિર ૧૮મી સદીથી લઈને આજદિન સુધી જાપાનીઓ માટે યાત્રાસ્થળ બની ચૂક્યું છે.   

અમેરિકામાં જાણીતા હોય એવા જાપાની અદાકારોને લેવાને બદલે ફિલ્મમાં ઓછા જાણીતા સ્થાનિક કલાકારોને લેવામાં આવ્યા છે. દૄશ્યોનું શૂટિંગ પહેલા જાપાની ભાષામાં અને પછી ઇંગ્લિશમાં કરવામાં આવ્યું હતું. કોઈ ને કોઈ કારણસર ફિલ્મનું શૂટિંગ વારંવાર ઘોંચમાં પડતું રહ્યું હતું. વચ્ચે લંડન ઓલિમ્પિક ૨૦૧૨ને લીધે પણ ફિલ્મનું લંડન ખાતેનું શિડ્યુલ ખોરવાયું હતું જેને લીધે ફિલ્મ ઓવર બજેટ થઈ ગઈ હતી. મૂળ તો ફિલ્મ નવેમ્બર ૨૦૧૨માં રજૂ થવાની હતી. રિલીઝ ડેટ ઠેલાઈને ફેબ્રુઆરી ૨૦૧૩ અને છેલ્લે ડિસેમ્બર ૨૦૧૩ થઈ. ભારતમાં ફિલ્મ નવા વર્ષની પહેલી રિલીઝ છે. જાપાનના ઈતિહાસમાં રાષ્ટ્રીય હીરોનું સન્માન મેળવનાર ૪૭ રોનિનની કહાની ફિલ્મી પડદે જોવી રહી.


નોંધઃ ૩જાન્યુઆરી૨૦૧૩ના રોજ લેખ 'ગુજરાત ગાર્ડિયન'ની પૂર્તિ 'ફિલ્મ ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.