Monday, 1 August 2016

ફિલ્મ રિવ્યૂઃ the BFG (ધ બિગ ફ્રેન્ડલી જાયન્ટ) સપનાની દુનિયામાં લઈ જતું અદ્ભુત એડ્વેન્ચર



બહુ જ ઓછા પ્રચાર-પ્રમોશન સાથે રિલિઝ થયેલી ફિલ્મ હોય પણ દિગ્દર્શન જ્યારે ‘સ્ટીવન સ્પિલબર્ગ’ સરીખા મહાન ફિલ્મમેકરનું હોય ત્યારે રિવ્યૂ-બિવ્યૂ કે માઉથ પબ્લિસિટીને પરવા કર્યા વિના સીધા જ થિયેટર તરફ દોટ મૂકવાની હોય. દોટ પણ મૂકી અને ફિલ્મ પણ જોઈ. ખૂબ ભૂખ લાગી હોય અને ભાવતા ભોજન મળી જાય ત્યારે સંતોષનો જે ઓડકાર આવે એવી જ માનસિક તૃપ્તિ the BFG જોઈને થઈ. 

સ્પિલબર્ગ ફક્ત એક ફિલ્મમેકર નથી. તેઓ સપના વહેંચે છે. ફિલ્મના માધ્યમે તેમણે જે રીતે સપના વહેંચ્યા છે (કેવા અને કયા સપના એ તો હોલિવુડની ફિલ્મોના રસિયા હો અને સ્પિલબર્ગની ધારદાર-ધૂંઆદાર ફિલ્મો જોઈ હોય એને જ ખબર પડે) કંઈક એ જ રીતે the BFGમાં વાત છે એક એવા દૈત્યની જે રાત પડ્યે સપના વહેંચવા નીકળે છે. લીટરલી! (સ્પોઇલર્સ અહેડ… વાર્તા શું છે એ ન જાણવું હોય તો છેલ્લા ૩ પેરેગ્રાફ પર કૂદી જાવ.) દૈત્ય દુનિયામાં રહેતો ૨૪ ફીટ ઊંચાઈ ધરાવતો એક કદરૂપો બુઢ્ઢો વાદળોની પેલે પાર એક રહસ્યમય દુનિયામાં વસે છે. અહીં બધુ જ જાયન્ટ-સાઇઝ છે. આભને આંબતા પહાડો. વિશાળ વૃક્ષો. અને નીચેથી ઊંચે વહેતી (કે ચડતી!) નદીઓ! આવી આ અદ્‍ભુત દુનિયામાં એક અંધારી ગુફામાં એકલો રહે છે એ બુઢ્ઢો. રાત પડ્યે એ પોતાનો સરંજામ લઈ ઊંચે-અત્યંત ઊંચે આવેલા પહાડ પર ચડાઈ કરે છે. પહાડની ટોચે આવેલું છે એક અત્યંત વિશાળ વૃક્ષ. સામાન્ય જણાતા એ વૃક્ષનું પાણીમાં દેખાતું પ્રતિરૂપ ચમત્કારી શક્તિ ધરાવતું હોય છે. એ પ્રતિરૂપના પાંદડાં સપનાનું સર્જન કરતા હોય છે! જી, હાં… એ જ સપના જે આપણે સૌ ઊંઘમાં જોતા હોઈએ છીએ. પેલો બુઢ્ઢો નાચતાં-કૂદતાં સપના માછલી પકડવાની જાળમાં પકડે અને પછી એને કાચની નાની નાની બરણીમાં કેદ કરી લે. એ જ સપના પછી એ ઈંગ્લેન્ડના શહેરો-ગામોમાં ઊંઘતા લોકોને વહેંચવા નીકળે! (છે ને યુનિક એન્ડ રિફ્રેશિંગ કોન્સેપ્ટ!!!)  

વર્ષોથી લોકોની સપના સજાવવાની જવાબદારી ખુશીથી નીભાવતા બુઢ્ઢાનો ભેટો એક દિવસ લંડનના એક અનાથાશ્રમમાં રહેતી દસ વર્ષની છોકરી સોફી સાથે થાય છે. લોકોથી પોતાનું અસ્તિત્વ છુપાવીને રહેતા બુઢ્ઢાને ડર લાગે છે કે સોફી તેનું રાઝ જાહેર કરી દેશે અને પછી માણસ નામનું અદેખું પ્રાણી એની સપના વહેંચવાની નિઃસ્વાર્થ ભાવનાને અવગણીને એને કેદ કરી લેશે અથવા તેની હત્યા કરી દેશે. ડરીલો બુઢ્ઢો સોફીનું અપહરણ કરી લે છે. તેને પોતાની દૈત્ય દુનિયામાં લઈ જઈ ગુફામાં કેદ કરી લે છે. શરૂઆતની ગરમાગરમી અને નોંકઝોંક બાદ સોફી અને બુઢ્ઢા વચ્ચે લાગણીનો સેતુ રચાવા માંડે છે અને સોફી એ નામવિહોણા બુઢ્ઢાને નામ આપે છેઃ the BFG (ધ બિગ ફ્રેન્ડલી જાયન્ટ).

હવે કહાનીમાં ટ્વિસ્ટ આવે છે. દૈત્ય દુનિયામાં BFG એકલો નથી રહેતો. ગણીને પૂરા ૯ રાક્ષસો પણ BFGની ગુફાની આસપાસ રહે છે. ૬૦-૭૦ ફીટ ઊંચા એ માણસખાઉ રાક્ષસો BFGને રંજાડતા રહે છે. ગુફામાં કેદ સોફીની ગંધથી આકર્ષાઈને તેઓ BFGની ઢોલધપાટ શરૂ કરે છે, પણ BFG મચક નથી આપતો. BFGનું આવું રોજેરોજનું અપમાન સહન ન થતાં સોફી એ રાક્ષસોના ત્રાસથી BFGને હંમેશ માટે છોડાવવા એક રસપ્રદ પ્લાન ઘડે છે અને…

બાકીની સ્ટોરી વાંચવામાં નહીં, જોવામાં મજો પડે એવી છે. ૨૦૧૫માં આવેલી સ્પિલબર્ગની જ ‘બ્રીજ ઓફ સ્પાઇઝ’ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ઓસ્કાર જીતી ચૂકેલા ‘માર્ક રિલન્સ’ અહીં BFG બન્યા છે. ‘રુબી બાર્નહિલ’ની પહેલી જ ફિલ્મ હોવા છતાં સોફીના રોલમાં તે ભરપૂર આત્મવિશ્વાસ સાથે ખીલી છે. બંને વચ્ચે રચાતું લાગણીબંધન સ્પિલબર્ગે સુપર્બ ઢંગથી કંડાર્યું છે. લાગણીઓને ભારેખમ ફિલોસોફીમાં લપેટીને દર્શકોને માથે મારવાને બદલે એકદમ સરળ રીતે એની રજૂઆત કરી ગળચટ્ટા શીરાની જેમ ગળે ઉતારી દેવામાં સ્પિલબર્ગ આમ પણ માસ્ટર છે. બાળકોને કેન્દ્રસ્થાને તેમણે જ્યારે પણ ફિલ્મો બનાવી છે- ‘ઈ.ટી.’થી લઈને ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ સુધી- ત્યારે તેમણે ફિલ્મોને શક્ય એટલી સિમ્પલ રાખી છે અને અહીં પણ તેઓ એ દાવ સફળતાપૂર્વક અજમાવે છે. અનાથ હોઈ પોતાની ઉંમરના અન્ય બાળકો કરતાં થોડી વધુ મેચ્યોર્ડ થઈ ગયેલી સોફીના પાત્રની ઠાવકાઈ અને લામ્બી… જિંદગી જીવી ચૂકેલા હોવા છતાં બાળસહજ માસૂમિયત ધરાવતા દૈત્યના પાત્રો તેમણે અત્યંત બારીકાઈથી વિકસાવ્યા છે.

ટેકનીકલી ફિલ્મને ધમાકેદાર જ કહેવી પડે. ૧૪૦ મિલિયન ડોલર્સનો જંગી ખર્ચ ફિલ્મની એકેએક ફ્રેમમાં દેખાઈ આવે છે. નાચતાકૂદતા રંગબેરંગી સપના, ભવ્યાતિભવ્ય લોકાલ્સ, આફરીન થઈ જવાય એવી થ્રીડી ઇફેક્ટ્સ અને વાર્તામાં પ્રાણ પૂરતું બેકગ્રાઉન્ડ મ્યુઝિક..! ક્યા બ્બાત, ક્યા બ્બાત..! ફિલ્મ સોફીના એન્ગલથી બનાવાઈ છે એટલે ઘણા દૃશ્યોનું ફિલ્માંકન સોફીને જે દેખાય છે એ રીતે જ થયું છે. મતલબ કે અહીં દર્શક પોતે સોફીની આંખે ફિલ્મ જોતો હોય એવું લાગે છે. ૨૪ ફીટથી ૬૦ ફીટની પહાડી ઊંચાઈ ધરાવતા રાક્ષસો-દૈત્યો પરસ્પર ઝઝૂમે-ટકરાય-બાખડે ત્યારે બચારી સાડા ચાર ફીટની સોફી જે રીતે આમથી તેમ ફંગોળાય-અટવાય-કૂટાય છે એ બધું જોવામાં જલસો પડી જાય છે. કેમેરાના ચબરાક એન્ગ્લ્સ દર્શકો સોફીની જગ્યા પર મૂકી દે અને દિલધડક સાહસની અનોખી અનુભૂતિ કરાવે એ આ બહેતરીન ફિલ્મની વિશિષ્ટતા! ફિલ્મમાં ક્યાંય અશ્લીલતા કે હિંસા નથી, એટલે સર્વજન ગ્રાહ્ય છે.

તો બડેખાં એન્ડ બચ્ચાપાર્ટી, રાહ શું જુઓ છો? સ્પિલબર્ગદાદાની આ જાદુઈ દુનિયામાં પગરવ માંડો. કદાચ તમારા કોઈ સપનાનું મૂળ પણ એમાં ક્યાંક મળી જાય… ૪ સ્ટાર્સ આઉટ ઓફ ૫.              





Sunday, 12 June 2016

ફિલ્મ રિવ્યૂઃ ‘ધ કન્જ્યુરિંગ ૨’- જલસો પાડી દેતો ભૂતિયા અનુભવ



મોટાભાગની હોરર ફિલ્મો એવી હોય છે જે જોઈને ડરવાને બદલે હસવું આવે. સિત્તેર-એંસીના દાયકામાં હોલિવુડમાં બનેલી હોરર ફિલ્મો ઉત્તમ હતી અને ફિલ્મોમાં દર્શકોને ડરાવવાની લગભગ બધ્ધી ટ્રીક્સ અજમાવી દેવાઈ હતી. જમાનાની એક્ઝોર્સિસ્ટ’, ‘ એન્ટિટીઅનેઇવલ ડેડજેવી ફિલ્મોને યાદ કરો તો થાય કે એનાથી વિશેષ તો શું બતાવી શકાય. હા, નવા જમાનાની ટેક્નિકને લીધે ક્યારેક કોઈકપેરાનોર્મલ એક્ટિવિટીકે રિંગજેવો સુખદ (કે ડરામણો!) અપવાદ સર્જાઈ જાય બાકી હોરર ફિલ્મોમાં કરી કરીને શું કરી શકાય? આપણે ત્યાં૧૯૨૦અનેરાઝજેવા ગણ્યાગાંઠ્યા અપવાદોને બાદ કરતા વિક્રમ ભટ્ટ આણિ કંપની રેઢિયાળ હોરર્સ બનાવતા રહ્યા છે અને એવી ચવાઈને ચુથ્થો થઈ ગયેલી ફોર્મ્યુલા હોરર ફિલ્મો હોલિવુડમાં પણ ઠલવાતી રહે છે.

હોરર ફિલ્મોના આવા ગરીબ સિનારિયો વચ્ચેજેમ્સ વૉનનામના યુવાન દિગ્દર્શકે કંઈક વિશેષ પીરસવાનું શરૂ કર્યું છે અને એમાં આબાદ સફળ થયા છે. ૨૦૧૩માં આવેલી કોન્જ્યુરિંગને વિશ્વભરમાં તોતિંગ સફળતા અપાવી. ભારતમાં હોલિવુડની હોરર ફિલ્મોના ઝાઝા લેવાલ નથી હોતા અને હોય તેમાંય મહિલા દર્શકવર્ગ ભાગ્યે હોય છે. લેકિન, કિન્તુ, પરંતુ... ‘ કોન્જ્યુરિંગમાં કંઈક એવું હતું કે ભારતમાંય એને ખૂબ મોટા પ્રમાણમાં મહિલા દર્શકવર્ગ મળ્યો. અને કંઈક હતું ઈમોશન! યસ્સ... જેમ્સ વૉને હોરર ફિલ્મમાંય ઈમોશન પીરસીને દર્શકોને બરાબરના જકડ્યા. ભૂતોને લીધે દુઃખી થતા તેમની ફિલ્મના પાત્રો સાથે દર્શકોકનેક્ટથઈ જાય છે અને એમનું દુઃખ અનુભવે છે; અને કાલ્પનિક પાત્રો સાથે સંધાતો અદૃશ્ય સેતુ એમની હોરર ફિલ્મોને અધધધ સફળતા અપાવે છે. ‘ કોન્જ્યુરિંગબાદ કોન્જ્યુરિંગ માંય જેમ્સ વૉને સિક્સર ફટકારી છે અને સાબિત કરી દીધું છે કે સિકવલ્સ પણ ઓરિજનલ ફિલ્મ જેટલી સારી હોઈ શકે. (બાય વે, કોન્જ્યુરિંગ એટલેબોલાવવું’. શું બોલાવવું જાણવા તો ફિલ્મ જોવી પડે)    

કમિંગ બેક ટુકોન્જ્યુરિંગ ’, મૂળ ફિલ્મની જેમ આમાંય ભૂતિયા ઘર છે અને ઘરમાં રહેનારની અપાર મુસીબતોનો ચિતાર છે. ખોફનાક પ્રસંગોની હારમાળા છે અને થથરાવી દે એવા ભૂતો છે. પણ હોરર ફિલ્મને માત્ર હોરર રહેવા દેતા અહીં દિગ્દર્શકે સસ્પેન્સ ક્રિએટ કર્યું છે જે છેલ્લે સુધી દર્શકોને જકડી રાખે છે. ફરી એકવાર ભૂતિયા કેસને સોલ્વ કરવા મેદાને પડનારા વોરન દંપતિના રોલમાંવેરા ફાર્મિગાઅનેપેટ્રિક વિલ્સનનેચરલ એક્ટિંગનું અત્યંત ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. જોકે, ચાર બાળકોની સિંગલ મધર તરીકેફ્રાન્સીસ કોનોરનબળી લાગી. યાદ કરો તોકોન્જ્યુરિંગના પહેલા ભાગમાં લીલી ટેલરે કેટલો અદ્ભુત અભિનય કર્યો હતો. લીલીની યાદગાર ભૂમિકાની સરખામણીમાં ફ્રાન્સીસ ભૂલી જવા લાયક ગણાય. અન્ય કલાકારો પણ ઠીકઠાક છે. પણ જે વસ્તુ માટે થિયેટરમાં ગયા હોય હોરર ક્વૉશન્ટફુલ ફોર્મમાં બતાવાયો હોય પછી ફરિયાદ શેની! ફિલ્મમાં ભૂતો જે ધમાલ મચાવે છે કાચાપોચા હૃદયનાઓને તો ચીસ પડાવી દે એવી ભયંકર છે. ધમાકેદાર બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને આલાગ્રાન્ડ કેમેરા વર્ક ફિલ્મના ઓવરઓલ હોરર ફીલમાં વધારો કરે છે. દિગ્દર્શકે ફિલ્મને ક્યાંકઓવર ટોપજવા નથી દીધી. કોઈ ફાલતુગીરી નહીં, કોઈ ચીલાચાલૂગીરી નહીં. ભૂતોમાં વિશ્વાસ નહીં ધરાવતા લોકોનેય ફિલ્મમાં જે કંઈ બતાવાયું છે એમાં દમ લાગશે. મોટાભાગની હોરર ફિલ્મોમાં ભૂત સ્ક્રીન પર આવે એટલે દર્શકો હસવા લાગતા હોય છે. ‘ કોન્જ્યુરિંગ માં દર્શકો ડરના માર્યા ચિલ્લાય છે અને ફિલ્મ ફ્રેન્ચાઇઝીની વિશ્વવ્યાપી સફળતાનું રહસ્ય છે

સત્યઘટના પર આધારિત ફિલ્મના અંતમાં ૧૯૭૭માં ખરેખર ભૂતિયા બનાવોના શિકાર બનેલા ફેમિલીના ઓરિજનલ ફોટોગ્રાફ્સ અને ઓડિયો રેકોર્ડિંગ બતાવાયા છે, જેને સોને પે સુહાગા કહી શકાય. મારા જેવા હોરર ફિલ્મોના અઠંગ ચાહકોને જલસો પડી જાય એવી પેશકશ ચૂકવા જેવી નથી. પાંચમાંથી ચારભૂતતો બનતા હૈ...




       

Film review: ‘The Conjuring 2’- a treat for horror fans



It was the year 2013 when ‘the conjuring’ stormed at the box-office. The simplicity and truthfulness it had resulted into a worldwide success. Director James Wan hits the chord once again with ‘The Conjuring 2’. It’s a no-nonsense horror flick loaded with awesome BG score, excellent Camera Work and Scary means Really Scary Scenes. Patrick Wilson and Vera Farmiga are as natural as the first part. Both of them have played their roles with utmost finesse. (Farmiga once again proves that one doesn’t need to be adorned with fancy garments and ornaments to look beautiful. Her personality is unbelievably bewitching!) The rest of the cast, including Frances O’Conner, is not as impressive. Remember Lily Taylor’s remarkable performance in ‘The Conjuring’? O’Conner doesn’t even come close to Taylor. But the Horror quotient is not at all disappointing. You have the goose-bumps, you have your hands clutched against the chair-arms and you have the screams reverberating in the cinema hall. And yes, there is a suspenseful twist in the tale which lifts this horror movie to another level. Go Get Scared. It’s a Treat for The Horror Fans. 4 ‘Ghosts’ out of 5...


Monday, 4 April 2016



Smart, sexy and confident, Malvika Chauhan lives an enviably perfect life in Mumbai. She has a flourishing career, a loving boyfriend and a promising future.  
Spiteful, fearless and mysterious, Margrita lives on the extreme ends. Self-merriment is the only thing that matters to her. 
Destiny plays wicked and brings the two women face to face with each other. While Malvika knows nothing about Margrita, Margrita is well-aware of the hidden secrets of Malvika’s past. Malvika’s life turns sour as she struggles against the insufferable circumstances inflicted upon her by Margrita. It’s a situation she cannot escape. If the hidden secrets get disclosed, Malvika will be finished. She will lose every precious thing she has... her career, her prestige, her love...  
‘Scarlet Nights’ is a haunting tale of the unfathomable depths inside the human psyche. 

order a copy from amazon and be eligible for a win-a-free-book-of-your-choice contest... 

like an FB page here…

Sunday, 20 December 2015

ફિલ્મ રિવ્યુઃ બાજીરાવ મસ્તાનીઃ જોવાલાયક, પણ ભણસાલીનું શ્રેષ્ઠ સર્જન નથી


વર્તમાન બોલિવુડના બહુ ગણ્યાગાંઠ્યા ફિલ્મસર્જકો પૈકીના એક એટલે સંજય લીલા ભણસાલી. ‘બાજીરાવ મસ્તાનીએમનું બાર વર્ષ જૂનું સપનું જે મૂળ તો સલમાન-એશ્વર્યાની જોડી સાથે સાકારિત થવાનું હતું. વર્ષો વીતતા બોલિવુડના સમીકરણ બદલાયા અને હવે રજૂ થયેલીબાજીરાવ મસ્તાનીમાં રિયલ લાઇફ જોડી રણવીર અને દીપિકા લીડ રોલ્સમાં છે. ભણસાલીની ફિલ્મ હોય એટલે લાર્જર ધેન લાઇફ સ્કેલ હોય . ફિલ્મમાંય ભવ્યતાનો પાર નથી. સેટ્સ, કોસ્ચ્યુમ્સ, જ્વેલરી, ડાન્સ સિક્વન્સીસ, યુદ્ધના દૃશ્યો, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ. બધ્ધું ભવ્યત્તમ. ચકાચૌંધ થઈ જવાય એવું. ડાયલોગ્સ ઐતિહાસિક ફિલ્મને છાજે એવા. ઘણા વખતે આટલા સરસ (અને તેય પાછા હોલસેલમાં) ડાયલોગ્સ સાંભળવા મળ્યા. ગીતો યાદ રહે એવા નથી, પણ પડદા પર જોવા ગમે એવા તો ખરા . ક્લાઇમેક્સ જબરદસ્ત. તમામ એક્ટર્સની એક્ટિંગ ધૂંઆધાર. રણવીર છવાઇ જાય છે. ઓનસ્ક્રીન અને ઓફ સ્ક્રીન સતત ઉછળકૂદ કરતા રહેતા રણવીરને ભણસાલીએ બરાબર કાબૂમાં રાખીને તેની પાસે મરાઠા પેશ્વાનું પાત્ર આબેહૂબ ઉપસાવ્યું છે. તન્વી આઝમીરામલીલાની ધનકોરની યાદ અપાવી દે એટલી સશક્ત. બે સમકક્ષ અદાકારા એક ફિલ્મમાં હોય એટલે સરખામણી થવાની . અહીંય થાય છે. દીપિકાએ મસ્તાનીના પાત્રને મસ્ત ન્યાય આપ્યો છે, તેની રોલની લંબાઇ પણ વધુ છે, વધુ સારા કોસ્ચ્યુમ્સ અને જ્વેલરી પહેરીને વધુ સુંદર દેખાવાનું પણ તેને ફાળે આવ્યું છે, તેમ છતાં બાજી પ્રિયંકા મારી જાય છે. બાજીરાવની પ્રથમ પત્નિ કાશીબાઇની ભૂમિકાને તેણે ખરેખર જીવી બતાવી છે. (ફેક્ટઃ ભણસાલીનીદેવદાસમાં પણ આમ બન્યું હતું. દેવદાસ અને પારોના મુખ્ય પાત્રો ભજવતા શાહરૂખ અને એશ્વર્યા કરતાં ચંદ્રમુખીના સપોર્ટિંગ રોલમાં માધુરી વાહવાહી લૂંટી ગઈ હતી) અનેક પ્લસ પોઇન્ટ્સ છતાંબાજીરાવ મસ્તાનીમાં ભણસાલીની પાછલી ફિલ્મોની સરખામણીમાંવો બ્બાત નહીં…’ ફિલ્મમાં જે પ્રેમકથા બતાવી છે દર્શકોનેટચનથી કરી શકતી. દર્શકો બાજીરાવ અને મસ્તાનીના પ્રેમ ને તડપ ને વિરહ ને એવું બધું સાથે અનુસંધાન સાધી શકતા નથી. બાજીરાવ ખૂબ તડપે છે, મસ્તાનીને બહુ યાતના આપવામાં આવે છે, પણ બંનેના દુઃખ કરતાં દર્શકોની સહાનુભૂતિ કાશીબાઈ બનતી પ્રિયંકા ચોપરાને વધુ મળે છે. મસ્તાનીની માયામાં જકડાયેલા બાજીરાવ દ્વારા અવહેલના પામતી કાશીની પીડા પ્રતિ દર્શકને સંવેદના જાગે છે. આવું એટલા માટે થાય છે કેમકે, ભારત લાગણીપ્રધાન દેશ છે. ઇમોશનલ અત્યાચાર વડે સહાનુભૂતિ મેળવી લેનારાને અહીં લોકસમૂહ ઇમોશનલ ફૂલ્સ બની અપનાવી લે છે. ઇન્ડિયન રિયાલિટી શૉ-માં પણ એવું અનેક વાર બને છે કે, શૉ-ના ફોર્મેટ પ્રમાણે વધુ લાયક હોય એના કરતા સહાનુભૂતિ મેળવીને દર્શકોની સાથે ઇમોશનલી એટેચ થઈ શકે એવો સ્પર્ધક વિનર બની જાય. (ટ્રિવિયાઃ ફિલ્મની સ્ક્રિપ્ટ લઈને ભણસાલી સૌપ્રથમ પ્રિયંકા પાસે ગયા હતા અને એને મસ્તાનીનું પાત્ર ઓફર કર્યું હતું. સ્ક્રિપ્ટ વાંચતા કાશીબાઇનું પાત્ર વધુ મજબૂત લાગતા પ્રિયંકાએ કાશીબાઇનો રોલ માગી લીધો. લુચ્ચી, કેથેની! એક સારો કલાકાર કઈ રીતે સ્ક્રિપ્ટ લેવલ પર પાત્રોની ઊંડાઇ માપી લે તેનું ઉત્તમ ઉદાહરણ.) ‘સાંવરિયાકરતા સારી હોવા છતાં મેગ્નમ ઓપસ મૂવીમાં ભણસાલીનો ક્લાસિક કસબ સહેજ ઓછો છે. કેવી કેવી યાદગાર ફિલ્મો આપી છે માણસે. ખામોશી, હમ દિલ દે ચૂકે સનમ, બ્લેક, દેવદાસ, રામલીલા અને ગુઝારિશ (બોક્સઓફિસ પર બોમ્બ સાબિત થયેલી ફિલ્મ પણ મને તો ઘણી ગમેલી). ‘બાજીરાવ મસ્તાની એકેય ફિલ્મથી આગળ નીકળી શકતી નથી. આશુતોષ ગોવારીકરનીજોધા અકબરસામેય ભણસાલીના ..’ ફિક્કા પડે છે. તેમ છતાંદિલવાલેજેવા ઉકરડા કરતા તો લાખ દરજ્જે સારી. જોઈ આવો. થોડી તો થોડી, પણ ગમશે જરૂર. મારા તરફથી પાંચ માંથી ત્રણ સ્ટાર.