Monday 16 June 2014

એન્ડ ધી ઓસ્કર ગોઝ ટુ… માર્લી મેટ્લિન

મૂક બધિર હોવા છતાં માર્લી મેટ્લિને હોલિવુડમાં અભિનેત્રી તરીકે નવાઈ પામી જવાય એવો મુકામ હાંસલ કર્યો છે  

ફિલ્મ ક્ષેત્રે કાર્યરત દુનિયાના તમામ કલાકારો જે સન્માન મેળવવાનું સપનું જુએ છે સન્માન એટલે ઓસ્કાર એવોર્ડ્સ. વર્ષ ૧૯૮૭નો ઓસ્કાર સમારંભ ચાલી રહ્યો છે. સર્વશ્રેષ્ઠ અભિનેત્રીની કેટેગરીમાં જેન ફોન્ડા, સિસી સ્પેસેક અને સિગોર્ની વિવર જેવી એક એકથી ચડિયાતી અભિનેત્રીઓ નામાંકિત થઈ છે. ભારે ઈંતેજારી વચ્ચે છેવટે વિજેતા અભિનેત્રીનું નામ જાહેર થાય છેઃ માર્લી મેટ્લિન(ફિલ્મઃ ચિલ્ડ્રન ઓફ લેસર ગોડ). ઘડી હતી જે પોતાની સાથે અનેક નવા રેકોર્ડ્સ સર્જી ઈતિહાસમાં હંમેશાં માટે યાદગાર બની જવાની હતી. સર્વશ્રેષ્ઠ અભિનેત્રીની કેટેગરીમાં ઓસ્કર જીતનારી માર્લી સૌથી યુવા વયની મહિલા હતી, ઉંમર ફક્ત ૨૧ વર્ષ. આજે ૨૭ વર્ષ પછી પણ રેકોર્ડ અકબંધ છે. માર્લીની પહેલી ફિલ્મ હતી વળી બીજી સિદ્ધિ. સૌથી વધુ આશ્ચર્યજનક બાબત હોય તો કે માર્લી મૂક-બધિર છે. પ્રકારની વિકલાંગતા ધરાવતા કોઈ અન્ય કલાકારે હજી સુધી ઓસ્કર નથી જીત્યો.

૨૪ ઓગસ્ટ, ૧૯૬૫ના રોજ અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના મોર્ટન ગ્રોવ ટાઉનમાં જન્મેલી માર્લીને દોઢ વર્ષની ઉંમરે કાને સંભળાતું બંધ થઈ ગયું હતું. અનેક ડોક્ટરોને બતાવ્યા છતાં તેની શ્રવણેન્દ્રિય પાછી આવી તે આવી. બધિર હોવાનો સૌથી મોટો ગેરફાયદો કે વ્યક્તિ કંઈ સાંભળી નથી શકતી જેને લીધે તે બોલતા શીખતી નથી. માર્લી પણ મૂક-બધિર રહી ગઈ.

માર્લીને મૂક-બધિર બાળકો માટેની સ્પેશિયલ શાળામાં મૂકવામાં આવી જ્યાં તે સાઇન લેંગ્વેજ(ઈશારાઓની ભાષા) શીખી. તેની અનુકૂળતા માટે તેના માતા-પિતા અને બે મોટા ભાઈઓએ પણ ભાષા શીખી લીધી. સાત વર્ષની ઉંમરે માર્લીએ શાળામાં નાટ્યસ્પર્ધામાં ભાગ લીધો. પછી તો એને નાટકોમાં એક્ટિંગ કરવાનો જાણે કે ચસ્કો લાગ્યો. હાઇસ્કૂલના દિવસોમાં પણ શોખ જારી રહ્યો. જોકે ટીનએજના દિવસોમાં માર્લી એક તબક્કે ડ્રગ્સના રવાડે ચડી ગઈ હતી. અમેરિકાના યુવાનોમાં આમપણ ડ્રગ્સના બંધાણી થઈ જવું બહુ સામાન્ય હોય છે. સદનસીબે બૂરી લતમાંથી બહાર આવવામાં માર્લીને ઝાઝો સમય નહોતો લાગ્યો.

માર્લીના જીવનમાં ટર્નિંગ પોઇન્ટ ત્યારે આવ્યો જ્યારે અમેરિકન એક્ટર, ડાયરેક્ટર, રાઇટર હેન્રી વિન્કલરે એને સ્ટેજ પર અભિનય કરતી જોઈ. દેખાવે અત્યંત સુંદર એવી માર્લી અભિનય પણ જોરદાર કરતી હોવાથી તેને હોલિવુડમાં કામ મળી શકે એવી શક્યતા હેન્રીને લાગી. પ્રથમ બ્રેક માટે માર્લીએ વધુ સમય રાહ પણ જોવી પડી. પહેલી ફિલ્મમાં તેને મુખ્ય ભૂમિકા મળી. ૧૯૮૬માંચિલ્ડ્રન ઓફ લેસર ગોડરિલીઝ થઈ અને માર્લી છવાઈ ગઈ. તેના અભિનયને ભારે વખાણવામાં આવ્યો. ઓસ્કર જીતીને તેણે પોતાનું નામ ઈતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત કરી દીધું. ભૂમિકા માટે તેણે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પણ મેળવ્યો. ફિલ્મના શૂટિંગ દરમિયાન અભિનેતા વિલિયમ હર્ટ સાથે માર્લીને પ્રેમ થયો. બંને વચ્ચે બે વર્ષ ચાલેલા પ્રણયસંબંધનો અંત વિલિયમના જોહુકમીભર્યા વર્તનને લીધે આવ્યો.

પછી તો માર્લી સતત વ્યસ્ત રહેવા લાગી. ફિલ્મો ઉપરાંત અનેક ટીવી સિરિયલોમાં તે ચમકી. ટેલેન્ટ દેખાડવા માટે એક અભિનેતા પાસે હાવભાવ અને અવાજ એમ બે માધ્યમો હોય છે, પણ માર્લી પાસે ફક્ત તેના હાવભાવ હતા, છતાં તે હૃદય સોંસરવો ઉતરી જાય એવો અભિનય કરી દેખાડતી. રિઝનેબલ ડાઉટ્સ, કેરી બક સ્ટોરી, બ્રીજ ટુ સાયલન્સ જેવી ફિલ્મો અને સિરિયલોમાં તેના કામની પ્રસંશા થઈ. વિકલાંગ અમેરિકનો માટે તે આદર્શ બની ગઈ. વિશ્વભરના મીડિયાએ તેને વધાવી લીધી. પોતાને મળેલી સફળતાનો ફાયદો ઉઠાવી તેણે સખાવતી કાર્યો કરવા શરૂ કર્યાં. વિકલાંગો માટે કાર્યરત અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે તે સંકળાઈ. દરમિયાન હોલિવુડના હાર્ટથ્રોબ રોબ લોવ સાથેના તેના સંબંધો ચર્ચાસ્પદ રહ્યા.

૧૯૯૩માં માર્લી રિઝનેબલ ડાઉટ્સનું જાહેર સ્થળે શૂટિંગ કરતી હતી ત્યારે ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અને કલાકારોની સુરક્ષા માટે એક પોલીસ ટુકડી મૂકવામાં આવી હતી. ટુકડીમાં કેવિન ગ્રાન્ડાલ્સ્કી નામનો એક યુવાન હતો. માર્લી સાથે તેની આંખ મળી ગઈ અને થોડા દિવસોમાં તેમણે લગ્ન કરી લીધા. આજે દંપતીને ચાર સંતાનો છે અને તેઓ ખુશહાલ જીવન જીવી રહ્યા છે.

અભિનયની સાથેસાથે માર્લીએ લેખનકળા પર પણ હાથ અજમાવ્યો. ૨૦૦૨માં તેની પહેલી નવલકથાડેફ ચાઇલ્ડ ક્રોસિંગપ્રકાશિત થઈ હતી, જે મહદઅંશે તેના બાળપણથી પ્રેરિત હતી. નવલકથાની સફળતાથી ઉત્સાહિત માર્લીએ તેની સિક્વલનોબડીઝ પર્ફેક્ટલખી, જેનું પાછળથી નાટ્યરૂપાંતર થયું હતું. ૨૦૦૯માં તેની આત્મકથાઆઇ વિલ સ્ક્રીમ લેટરપ્રકાશિત થઈ હતી. મલ્ટીટેલેન્ટેડ માર્લી સારો ડાન્સ પણ કરી શકે છે. ૨૦૦૮માંડાન્સિંગ વિથ ધી સ્ટાર્સનામના ડાન્સ રિયાલિટી શોમાં ભાગ લઈ તેણે બહેરા કાને પણ સંગીતના તાલે નાચી દેખાડ્યું. ૨૦૦૯માં હોલિવુડના પ્રતિષ્ઠિતવોક ઓફ ફેમમાં તેના નામનો સ્ટાર મૂકાયો.

અત્યાર સુધી ૧૯ ફિલ્મો અને ૨૬ સિરિયલોમાં અભિનય આપી ચૂકેલી માર્લીના સખાવતી કાર્યો પણ ચાલુ છે. સાઇન લેંગ્વેજમાં પ્રેરણાત્મક પ્રવચનો આપવા માટે જાણીતી માર્લીએ સાબિત કરી દીધું છે કે માણસમાં જો આવડત અને મહેનતનો સમન્વય હોય તો દુનિયાના કોઈપણ ક્ષેત્રે સફળતા મેળવી શકે છે.

માઇલસ્ટોન

ઈશ્વરે જેને થોડું ઓછું આપ્યું છે એવા મારા જેવા લોકોએ સંપૂર્ણ તંદુરસ્ત લોકો સમક્ષ સતત પોતાની આવડત સાબિત કરતા રહેવું પડે છે(માર્લી મેટ્લિન)
    
નોંધઃ ૧૫ જૂન ૨૦૧૪ના રોજ આ લેખ 'ગુજરાત ગાર્ડિયન'ની પૂર્તિ 'સન્ડે ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.

No comments:

Post a Comment