Sunday, 20 December 2015

ફિલ્મ રિવ્યુઃ બાજીરાવ મસ્તાનીઃ જોવાલાયક, પણ ભણસાલીનું શ્રેષ્ઠ સર્જન નથી


વર્તમાન બોલિવુડના બહુ ગણ્યાગાંઠ્યા ફિલ્મસર્જકો પૈકીના એક એટલે સંજય લીલા ભણસાલી. ‘બાજીરાવ મસ્તાનીએમનું બાર વર્ષ જૂનું સપનું જે મૂળ તો સલમાન-એશ્વર્યાની જોડી સાથે સાકારિત થવાનું હતું. વર્ષો વીતતા બોલિવુડના સમીકરણ બદલાયા અને હવે રજૂ થયેલીબાજીરાવ મસ્તાનીમાં રિયલ લાઇફ જોડી રણવીર અને દીપિકા લીડ રોલ્સમાં છે. ભણસાલીની ફિલ્મ હોય એટલે લાર્જર ધેન લાઇફ સ્કેલ હોય . ફિલ્મમાંય ભવ્યતાનો પાર નથી. સેટ્સ, કોસ્ચ્યુમ્સ, જ્વેલરી, ડાન્સ સિક્વન્સીસ, યુદ્ધના દૃશ્યો, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ. બધ્ધું ભવ્યત્તમ. ચકાચૌંધ થઈ જવાય એવું. ડાયલોગ્સ ઐતિહાસિક ફિલ્મને છાજે એવા. ઘણા વખતે આટલા સરસ (અને તેય પાછા હોલસેલમાં) ડાયલોગ્સ સાંભળવા મળ્યા. ગીતો યાદ રહે એવા નથી, પણ પડદા પર જોવા ગમે એવા તો ખરા . ક્લાઇમેક્સ જબરદસ્ત. તમામ એક્ટર્સની એક્ટિંગ ધૂંઆધાર. રણવીર છવાઇ જાય છે. ઓનસ્ક્રીન અને ઓફ સ્ક્રીન સતત ઉછળકૂદ કરતા રહેતા રણવીરને ભણસાલીએ બરાબર કાબૂમાં રાખીને તેની પાસે મરાઠા પેશ્વાનું પાત્ર આબેહૂબ ઉપસાવ્યું છે. તન્વી આઝમીરામલીલાની ધનકોરની યાદ અપાવી દે એટલી સશક્ત. બે સમકક્ષ અદાકારા એક ફિલ્મમાં હોય એટલે સરખામણી થવાની . અહીંય થાય છે. દીપિકાએ મસ્તાનીના પાત્રને મસ્ત ન્યાય આપ્યો છે, તેની રોલની લંબાઇ પણ વધુ છે, વધુ સારા કોસ્ચ્યુમ્સ અને જ્વેલરી પહેરીને વધુ સુંદર દેખાવાનું પણ તેને ફાળે આવ્યું છે, તેમ છતાં બાજી પ્રિયંકા મારી જાય છે. બાજીરાવની પ્રથમ પત્નિ કાશીબાઇની ભૂમિકાને તેણે ખરેખર જીવી બતાવી છે. (ફેક્ટઃ ભણસાલીનીદેવદાસમાં પણ આમ બન્યું હતું. દેવદાસ અને પારોના મુખ્ય પાત્રો ભજવતા શાહરૂખ અને એશ્વર્યા કરતાં ચંદ્રમુખીના સપોર્ટિંગ રોલમાં માધુરી વાહવાહી લૂંટી ગઈ હતી) અનેક પ્લસ પોઇન્ટ્સ છતાંબાજીરાવ મસ્તાનીમાં ભણસાલીની પાછલી ફિલ્મોની સરખામણીમાંવો બ્બાત નહીં…’ ફિલ્મમાં જે પ્રેમકથા બતાવી છે દર્શકોનેટચનથી કરી શકતી. દર્શકો બાજીરાવ અને મસ્તાનીના પ્રેમ ને તડપ ને વિરહ ને એવું બધું સાથે અનુસંધાન સાધી શકતા નથી. બાજીરાવ ખૂબ તડપે છે, મસ્તાનીને બહુ યાતના આપવામાં આવે છે, પણ બંનેના દુઃખ કરતાં દર્શકોની સહાનુભૂતિ કાશીબાઈ બનતી પ્રિયંકા ચોપરાને વધુ મળે છે. મસ્તાનીની માયામાં જકડાયેલા બાજીરાવ દ્વારા અવહેલના પામતી કાશીની પીડા પ્રતિ દર્શકને સંવેદના જાગે છે. આવું એટલા માટે થાય છે કેમકે, ભારત લાગણીપ્રધાન દેશ છે. ઇમોશનલ અત્યાચાર વડે સહાનુભૂતિ મેળવી લેનારાને અહીં લોકસમૂહ ઇમોશનલ ફૂલ્સ બની અપનાવી લે છે. ઇન્ડિયન રિયાલિટી શૉ-માં પણ એવું અનેક વાર બને છે કે, શૉ-ના ફોર્મેટ પ્રમાણે વધુ લાયક હોય એના કરતા સહાનુભૂતિ મેળવીને દર્શકોની સાથે ઇમોશનલી એટેચ થઈ શકે એવો સ્પર્ધક વિનર બની જાય. (ટ્રિવિયાઃ ફિલ્મની સ્ક્રિપ્ટ લઈને ભણસાલી સૌપ્રથમ પ્રિયંકા પાસે ગયા હતા અને એને મસ્તાનીનું પાત્ર ઓફર કર્યું હતું. સ્ક્રિપ્ટ વાંચતા કાશીબાઇનું પાત્ર વધુ મજબૂત લાગતા પ્રિયંકાએ કાશીબાઇનો રોલ માગી લીધો. લુચ્ચી, કેથેની! એક સારો કલાકાર કઈ રીતે સ્ક્રિપ્ટ લેવલ પર પાત્રોની ઊંડાઇ માપી લે તેનું ઉત્તમ ઉદાહરણ.) ‘સાંવરિયાકરતા સારી હોવા છતાં મેગ્નમ ઓપસ મૂવીમાં ભણસાલીનો ક્લાસિક કસબ સહેજ ઓછો છે. કેવી કેવી યાદગાર ફિલ્મો આપી છે માણસે. ખામોશી, હમ દિલ દે ચૂકે સનમ, બ્લેક, દેવદાસ, રામલીલા અને ગુઝારિશ (બોક્સઓફિસ પર બોમ્બ સાબિત થયેલી ફિલ્મ પણ મને તો ઘણી ગમેલી). ‘બાજીરાવ મસ્તાની એકેય ફિલ્મથી આગળ નીકળી શકતી નથી. આશુતોષ ગોવારીકરનીજોધા અકબરસામેય ભણસાલીના ..’ ફિક્કા પડે છે. તેમ છતાંદિલવાલેજેવા ઉકરડા કરતા તો લાખ દરજ્જે સારી. જોઈ આવો. થોડી તો થોડી, પણ ગમશે જરૂર. મારા તરફથી પાંચ માંથી ત્રણ સ્ટાર.    
      


No comments:

Post a Comment