Monday 26 December 2016

ફિલ્મ રિવ્યૂઃ આમિરની અદ્‍ભુત અદાકારીની ઓપતી ‘દંગલ’


મહાવીર ફોગટ. કુશ્તીના નેશનલ ચેમ્પિયન. દેશ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ જીતવાનું સપનું! આજીવન જીવેલા પણ અધૂરા રહી ગયેલા સપનાને પૂરું કરવા પુત્રજન્મની આશા, પણ રે કિસ્મત! એક પછી એક ચાર સંતાન થયાં, પણ ચારેય દીકરી! ઇન્ટરનેશનલ ગોલ્ડના સપના પર સમયની રાખ જામવા લાગી ત્યાં એક દિવસ દીકરીઓના શરીરમાંય લોહી તો નેશનલ ચેમ્પિયન રેસલરનું વહે છે, એ સાબિત કરતી એક મજેદાર ઘટના ઘટે છે, અને ચેમ્પિયનના દિલમાં ઢબૂરાઈ ગયેલી આશા ફરી ફિનિક્સ પંખીની જેમ બેઠી થાય છે. દીકરીઓને પહેલવાન બનાવી કુશ્તીના મેદાનમાં ઉતારી હોય તો? મિડલ ક્લાસ લાઇફમાં ફસાઈ ગયેલા બાપને આશાનો નવો તંતુ મળે છે અને પછી શરૂ થાય છે એક લડત! લડત, ભૂતકાળમાં પોતાને દગો દઈ ગયેલી કિસ્મત સામે! લડત, સતત મેણા-ટોણા મારતા સમાજ સામે! લડત, ભારતની ભ્રષ્ટ સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી સામે! મિશન ગોલ્ડ મેળવવા માટે મહાવીર ફોગટે અને એમની દીકરીઓ ગીતા અને બબીતા ફોગટે આદરેલા અવિરત સંઘર્ષનું આલાતરિન આલેખન એટલેદંગલ’…

આમિર ખાન આજ સુધી આટલો કન્વિન્સિંગ ક્યારેય નથી લાગ્યો. અંગત પણે મને સરફરોશઅનેગજનીમાં બેસ્ટ લાગેલો, પણદંગલમાં તો તેણે પોતાના પાત્રને અલગ ઊંચાઈ પર પહોંચાડી દીધું છે. તેની મહેનત પડદા પર જબરજસ્ત ખીલી છે. ૨૫ વર્ષીય યુવા રેસલરથી લઈને મધ્યવયસ્ક સરકારી નોકરીયાત અને છેલ્લે ૬૦ પ્લસ ઓવર વેઇટ વૃદ્ધ પહેલવાન સુધીની સફરમાં તેણે ફક્ત ચહેરાથી નહીં બોડી લેન્ગવેજથી પણ ગ્રેટકહી શકાય એવું પરફોર્મન્સ આપ્યું છે. એના ચહેરાની કરચલીઓ, વાળની સફેદી, શરીર પર જામેલા ચરબીના થર, બહાર ધસી આવેલું પેટબધ્ધું જાણે કે એક્ટિંગ કરતું હોય એટલું પરફેક્ટ લાગે છે. પાત્રમાં ઢળવા માટે કલાકારોએ પોતાના શરીર-દેખાવ સાથે આશ્ચર્યજનક પ્રયોગ કર્યા હોય એવા ઉદાહરણો હોલિવુડમાં તો અઢળક મળી રહે છે, પણ અહીં આમિરે ચબરાકિયા મેકઅપ કે પ્રોસ્થેટિકને બદલે અસલી ચરબીના ચડાવ-ઉતાર દ્વારા જે કાયાપલટ આદરી છે એ બોલિવુડ માટે અભૂતપૂર્વ કહી શકાય એવી છે.  


આમિરની નોનગ્લેમરસ પત્ની તરીકે સાંક્ષી તંવર અને તેમની દીકરીઓ બનતી અદાકારાઓ કમ્પલીટલી ફિટ! ગીતા ફોગટ અને બબિતા ફોગટના રોલમાં ફાતિમા સના શેખ અને સાન્યા મલહોત્રા જેટલી અસરકારક છે એટલી કન્વિન્સીંગ તેમની બાળપણની ભૂમિકામાં ઝાયરા વાસિમ અને સુહાની ભટનાગર લાગે છે. ફાતિમા અને સાન્યાએ કુશ્તી શીખવા માટે કરેલી મહેનત સ્ક્રીન પર ઊડીને આંખે વળગે છે.

અગાઉચિલ્લર પાર્ટીઅનેભૂતનાથ રિટર્ન્સજેવી મજેદાર ફિલ્મો બનાવી ચૂકેલા નિતેશ તિવારીએ અફલાતૂન ડિરેક્શન કર્યું છે. ફિલ્મમાં એક પણ ફ્રેમ નકામી કેફિલ્મીનથી લાગતી. ફિલ્મનો વિષય સિરિયસ હોવા છતાં ડિરેક્ટરે એને ક્યાંય બોઝિલ બનવા નથી દીધી, એમનો પ્લસ પોઇન્ટ. ગંભીર દૃશ્યોમાં પણ કલાકારોના મોઢે રમૂજપ્રેરક ડાયલોગ્સ બોલાવી તેમણે દર્શકોને હસાવ્યા છે. કોમેડીની ઘણીખરી જવાબદારી ગીતા-બબીતાના કઝિન બનતા રોહિત શંકરવર (ચાઇલ્ડ આર્ટિસ્ટ) અને એડલ્ટ તરીકે અપારશક્તિ ખુરાના (આયુશ્માન ખુરાનાના ભાઈ) સુપેરે નીભાવી છે. રમૂજની છાંટ ધરાવતા ડાયલોગ્સ પાછાવાહ..!’ પોકારાવી દે એટલા હાર્ડહિટિંગ અને મિનિંગફૂલ પણ ખરા. એડિટિંગ અત્યંત ચુસ્ત! પ્રિતમના ઓસમ મ્યુઝિકથી સજેલા ગીતો ફિલ્મની વાર્તાને આગળ વધારે છે અને પ્રત્યેક ગીતના શબ્દો સીધા દિલમાં ઉતરી જાય એવા, લાગણીથી તરબતર! ‘ધકડદિલ ધડકાવી દે એવું સોલ્લિડ તોહાનિકારક બાપુની પ્રત્યેક લાઇન ફૂલ ઓફ ફનકેમેરા વર્ક ફેન્ટાસ્ટિક! હરિયાણાના ગામડા અને ગરીબ ઘરનું ઇન્ટિયર સિનેમેટોગ્રાફર સેતુ શ્રીરામના કેમેરામાં આબાદ ઝીલાયું છે.

દંગલ એટલે કે કુસ્તીના દૃશ્યો ખુરશી પર જકડી રાખે એટલા મજબૂત અને ઓથેન્ટિક. છોકરાઓને ધોબીપછાડ આપતી ઝાયરાની કુશ્તી સીટીમાર, તો એક તબક્કે ઇગોને પરિણામે બાપ-બેટી વચ્ચે ખેલાતુ મલ્લયુદ્ધ આઉટસ્ટેન્ડિંગ! ક્લાઇમેક્સ પહેલા યોજાતી સેમીફાઇનલ અને ફાઇનલ મેચની ‘એક્શનોગ્રાફી’ પણ અત્યંત રોચક! રેસલિંગના સીન્સમાં કોઈ એક્ટિંગ કરતું લાગતું જ નથી. અહીં રીતસર ઓલિમ્પિક લેવલની કુશ્તી ખેલાઈ છે! એ દૃશ્યોના રોમાંચને વધારતું સાઉન્ડ એડિટિંગ પાછું એટલું તો સુપર્બ છે કે સિન્થેટિક મેટ પર ઘસાતા પહેલવાનોના શરીરથી પેદા થતા કિચૂડાટનો અવાજ પણ કાનને ગમે! સલમાનની ચીડ હોવાથી મેંસુલ્તાનનથી જોઈ, પણદંગલની અસર તળે હવે પણ જોવી પડશે એવું લાગે છે.  ‘ચક દે ઇન્ડિયા’ પછી આજ સુધીની બેસ્ટ સ્પોર્ટ્સ ફિલ્મ ગણવી જ પડે એટલી પરફેક્ટ અને ટુ ધ પોઇન્ટ છે દંગલ’. આવતા વર્ષે એવોર્ડ્સ જીતવામાં આ ફિલ્મ ચોક્કસ દંગલ મચાવશે. બોક્સ ઓફિસ પર સપાટો તો બોલાવવાની જ છે…

દંગલતમારો દિવસ મંગલ કરી દેશે એની ગેરંટી સાથે પાંચમાંથી . સ્ટાર…  


No comments:

Post a Comment