Monday 16 January 2017

ફિલ્મ રિવ્યૂઃ ‘XXX- રિટર્ન ઓફ ઝેન્ડર કેજ’ મગજ વગરની મારફાડ


દીપિકા પાદુકોણેની પહેલી હોલિવુડ ફિલ્મ હોવાથી જ જોવા જવાયું, પણ ફિલ્મમાં એક્શન સિવાય બીજું કશું જ નથી. ઇન્ટરવલ સુધીની ફિલ્મમાં તો દર પાંચ મિનિટે નવા કલાકારની એન્ટ્રી થતી રહે છે જે કન્ફ્યુઝન વધારવાનું કામ કરે છે. ફિલ્મમાં છ-છ મહિલા પાત્રો છે, પણ સંતોષજનક વાત એ કે એ છમાં દીપિકાનો રોલ સૌથી વધુ લાંબો છે. ફિલ્મ એશિયન માર્કેટને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવી છે એ ફિલ્મમાં ઠૂંસેલા એશિયન કલાકારોને જોઈને સ્પષ્ટ થાય છે. ભારતની પાદુકોણે ઉપરાંત થાઇલેન્ડ(ટોની ઝા), ચીન(ક્રિસ વુ), હોંગકોંગ(ડોની યેન)ના કલાકારોનો મેળો જામ્યો છે. બધાં સતત અહીંથી તહીં ઉછળકૂદ કર્યા કરે છે, શા માટે એ તો ભગવાન જાણે! બેકગ્રાઉન્ડ સ્કોર અને થ્રીડી ઇફેક્ટ્સ ટોપક્લાસ. એક્શન ધમાકેદાર પણ કશી જ નવીનવા વગરનું. અને વાર્તાને નામે મોટ્ટું મીંડુ! ડાયલોગ્સ અત્યંત વાહિયાત! ફક્ત દીપિકા માટે આ ફિલ્મ જોવા જશો તો પણ નિરાશ થશો કેમકે રોલની લંબાઈ સારા પરફોર્મન્સની ગેરંટી નથી જ આપતી. વિન ડિઝલ નામનો ટકલો ક્યારેય ગમ્યો નથી એટલે એના વિશે લખીને સમય બરબાદ નથી કરવો. લખવા જેવું એણે કાંઈ ઉકાળ્યુંય નથી. પાંચમાંથી ૨ સ્ટાર્સ...   

No comments:

Post a Comment