Saturday 25 April 2015

રોબોટિક સેનાને હંફાવવા સજ્જ એવેન્જર્સ ગેંગ- ‘એવેન્જર્સ 2- એજ ઓફ અલ્ટ્રોન’



ભારતીય ફિલ્મોના ઈતિહાસમાં અભૂતપૂર્વ કહી શકાય એવી ઘટના બે વીક પહેલાં નોંધાઈ. હોલિવુડની બિગબજેટ ફિલ્મફ્યુરિયસ 7’ યશરાજ ફિલ્મ્સ સરીખા બેનરની ફિલ્મડિટેક્ટિવ બ્યોમકેશ બક્શીને બોક્સઓફિસ પર ધૂળ ચટાવી દીધી. ‘ફ્યુરિયસ 7’ તોઅવતારફિલ્મનો ભારતમાં ૪૫ કરોડના ક્લેક્શનનો રેકોર્ડ પણ ઘણા મોટા માર્જિનથી તોડી નાંખ્યો. હોલિવુડે ભારતીય દર્શકોની નાડ હવે બરાબર પારખી લીધી છે. તેઓ સમજી ગયા છે કે, યોગ્ય પ્રમોશન કરવામાં આવે તો અહીંથી સૂપડાભરી રૂપિયા ઉસેડી શકાય એમ છે. આજ રોજ રજૂ થઈ રહેલી એવેન્જર્સ 2- એજ ઓફ અલ્ટ્રોનપાસેથી પણ એવી કંઈક ચમત્કારી સફળતાની આશા રાખવામાં આવી રહી છે.

એવેન્જર્સ 2- એજ ઓફ અલ્ટ્રોનની પાયરસી થાય માટે નિર્માતાઓએ ખૂબ ચીવટ રાખી હતી, છતાં ફિલ્મના અમુક સીન્સ તાજેતરમાં ઇન્ટરનેટ પર ફરતા થઈ ગયા હતા. અને સાથે અત્યાર સુધી ગુપ્ત રખાયેલી ફિલ્મની વાર્તા પણ લીક થઈ ગઈ હતી, જે મુજબ છે. ટોની સ્ટાર્ક(રોબર્ટ ડાઉની જુનિયર) ‘એવેન્જર્સ ટાવરમાં રહે છે અને બિલ્ડિંગમાં બનેલી પોતાની લેબોરેટરીમાં જાતજાતના વૈજ્ઞાનિક પ્રયોગો કરતો રહે છે. માનવજાતની સુવિધા માટે તે અલ્ટ્રોન નામના રોબોટ્સ બનાવે છે પણ કંઈક ગડબડ થઈ જતાં અલ્ટ્રોનનો પ્રોગ્રામ કરપ્ટ થઈ જાય છે. બેકાબૂ થઈ ગયેલી રોબોટ સેનાનો ટાર્ગેટ માનવજાતનો વિનાશ કરવાનો હોય છે. એવેન્જર્સ ગેંગ અલ્ટ્રોન્સનો ખાતમો બોલાવવા કમર કસે છે. ફિલ્મના દમદાર પાત્રોનો પરિચય મેળવી તો

રોબર્ટ ડાઉની જુનિયરઃ આયર્ન મેન

તમામ એવેન્જર્સમાં મુખ્ય એવા આયર્ન મેનનું પાત્ર રોબર્ટ ડાઉની જુનિયરે ભજવ્યું છે. તે ટોની સ્ટાર્ક નામનો અબજોપતિ બિઝનેસમેન છે જે સ્વભાવે રોમેન્ટિક હોવા ઉપરાંત જાતજાતના ગેજેટ્સ અને હથિયારો બનાવવામાં નિષ્ણાંત છે. અબજો રળતો હોવાથી તે ચેરિટી કામ પણ કરતો રહે છે. ‘એવેન્જર્સ 2- એજ ઓફ અલ્ટ્રોનમાં તે પોતાના સાથી લડવૈયાઓ માટે પણ અલગઅલગ પ્રકારના શસ્ત્રો બનાવશે. આયર્ન મેન તરીકે આવેલી રોબર્ટની ત્રણ ફિલ્મોએ પણ બોક્સઓફિસ પર ટંકશાળ પાડી હતી. ફિલ્મી પડદે બ્રિટિશ જાસૂસશેરલોક હોમ્સનું પાત્ર ભજવીને પણ તેણે વાહવાહી મેળવી છે.

ક્રિસ હેમ્સવર્થઃ થોર

થોરનું પાત્ર ક્રિસ હેમ્સવર્થ ભજવે છે અને તે પૃથ્વીવાસી નથી. તે સમાંતર વિશ્વઅસ્ગાર્ડનો રાજકુમાર છે અને અકસ્માતે પૃથ્વી પર આવી ગયો હતો. થોરની ભૂમિકાવાળી તેની બંને ફિલ્મોય સુપર સક્સેસફુલ રહી છે. એવેન્જર્સના પહેલા ભાગમાં મુખ્ય વિલન થોરનો ભાઈ લોકી હોવાથી થોરના પાત્રને ખાસ્સું મહત્ત્વ મળ્યું હતું. પહેલા ભાગના અંતમાં લોકીનું મૃત્યુ થતાં બતાવાયું હોવાથી એવેન્જર્સ 2- એજ ઓફ અલ્ટ્રોનમાં થોરનો રોલ કેવોક હશે ધારણાનો વિષય છે.  


માર્ક રફેલોઃ હલ્ક

એવેન્જર ફિલ્મનું સૌથી વધુ વખણાયેલું પાત્ર હલ્ક છે. પહેલાં ભાગમાં તેનો રોલ અન્ય એવેન્જર્સ જેટલો લાંબો નહોતો, પણ ક્લાઇમેક્સમાં તેણે રાક્ષસી રૂપ ધરીને જે ધબાધબી બોલાવી હતી પૈસાવસૂલ અને સીટીમાર હતી. બહુ બડબડ કરતાં લોકીને એકી હાથી ઊંચકીને ધોબી પછાડ આપતા હલ્કનું દૃશ્ય જબરદસ્ત રોમાંચક અને ફની હતું. દેખાવે સીધોસાદા લાગતા માર્ક રફેલોએ હલ્કની ભૂમિકા ભજવી છે. એક સંકીર્ણ રોલ છે, કેમકે બ્રુસ બાર્નર નામનું પાત્ર મૂળે તો એક મેઘાવી વિજ્ઞાની છે. ગામા કિરણોના સંપર્કમાં આવતાં તેના શરીરમાં રેડિએશન પ્રસરી જાય છે અને તેના જિન્સ વિકૃત થઈ જાય છે. પછી તો ગુસ્સો આવે એટલે બ્રુસના બોડી સેલ્સ મ્યુટેશન પામે અને તેનું શરીર ફૂલીને લીલા રંગના રાક્ષસમાં પરિવર્તિત થઈ જાય. બ્રુસ અને હલ્ક એક ઈન્સાનના બે રૂપ હોવા છતાં બંને એકબીજાથી ડરતા હોય છે. થોડા વર્ષો અગાઉ માર્વેલ કોમિક્સે બનાવેલી હલ્કની પહેલી ફિલ્મમાં એરિક બાનાએ હલ્કની ભૂમિકા સુપેરે નિભાવી હતી. ફિલ્મ તો હિટ સાબિત થઈ હતી, પણ એની સિક્વલહલ્ક-2’ એડવર્ડ નોર્ટન સરીખો એક્ટર હોવા છતાં ફ્લોપ નીવડી હતી.         

ક્રિસ ઇવાન્સઃ કેપ્ટન અમેરિકા

હેન્ડસમ હન્કનો જન્મ બીજા વિશ્વયુદ્ધ પહેલાં થયો હતો. એક વિશિષ્ટ પ્રકારના કેમિકલમાં ડુબાડીને તેને ઊંઘાડી દેવામાં આવે છે અને ૭૦ વર્ષ પછી તેને જગાડવામાં આવે છે ત્યારે દુનિયા ૨૧મી સદીમાં પ્રવેશી ચૂકી હોય છે.  




સ્કાર્લેટ જ્હોન્સનઃ બ્લેક વિડો

એવેન્જર્સ ગેંગની એકમાત્ર મહિલા સભ્ય. હોટ એન્ડ સેક્સી સ્કાર્લેટે પાત્રને અદ્ભુત રીતે આત્મસાત કર્યું છે. તે એક ખૂફિયા જાસૂસ છે અને જાતજાતના હથિયારો ચલાવવામાં હોશિયાર છે. તેની ચપળતા અને ફ્લાઇંગ કિક્સ ગુંડાઓ માટે કાતિલ સાબિત થાય છે, બિલકુલ તેના હુસ્નની જેમ. ‘એવેન્જર્સ 2- એજ ઓફ અલ્ટ્રોનમાં તેના અને કેપ્ટન અમેરિકા વચ્ચે રોમાન્સ શરૂ થવાની વકી છે.

ઉપરાંત ધાતુના તીરકામઠા વડે દુશ્મનોને વીંધી નાંખતો હોક-આઇ(જેરેમી રેનર), એવેન્જર્સ ટીમનો મેન્ટર અને ગાઇડ નિક ફ્યુરી(સેમ્યુઅલ એલ. જેક્શન) અને અલ્ટ્રોન સેનાના લીડર (જેમ્સ સ્પેડર) મહત્ત્વના પાત્રો છે. બીજાના વિચારો વાંચી લેવાની શક્તિ ધરાવતી સ્કાર્લેટ વિચ(એલિઝાબેથ ઓલ્સન) અને વીજળીવેગે દોડતો ક્વીકસિલ્વર(એરોન ટેલર) નામના નવા બે એવેન્જર્સ પણ ફિલ્મમાં જોવા મળશે.

ફિલ્મના દિગ્દર્શક છે જોશ વિડન જેમણેએવેન્જર્સનું ડિરેક્શન કર્યું હતું. ફિલ્મનું શૂટિંગ અમેરિકા ઉપરાંત ઈંગ્લેન્ડ, ઈટલી, સાઉથ કોરિયા, સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશમાં કરવામાં આવ્યું છે.

ફિલ્મમાં એવેન્જરસના હથિયારોને અપગ્રેડ કરી વધુ સોહામણા અને મારક બનાવવામાં આવ્યા છે. હોક-આઇના તીરકામઠા કાળાને બદલે મરૂન હશે. કેપ્ટન અમેરિકાના અનબ્રેકેબલ શિલ્ડમાંથી હેન્ડલ દૂર કરવામાં આવ્યા છે. એનું શિલ્ડ લોહચુંબક ધરાવતું હશે અને સરસરાટ ઉડતું આવીને કેપ્ટન અમેરિકાના હાથ પર બંધાયેલા મેટલ સાથે ચોંટી જશે.

ભારતમાં ફિલ્મ સિરીઝની લોકપ્રિયતા જોતા નિર્માતાઓએ ભારતમાં ફિલ્મનું અભુતપૂર્વ પ્રમોશન કર્યું છે. બે-ચાર નહીં પણ પૂરી ૫૦ જાણીતી કંપનીઓ સાથે ટાઇઅપ કરવામાં આવ્યું છે. (શાહરૂખ ખાનની સૌથી વધુ પ્રમોશન પામેલી ફિલરા-વનનું ટાઇઅપ પણ ૨૫ કંપનીઓ સાથે કરવામાં આવ્યું હતું, અને તોય એનો અતિરેક જણાયો હતો.) કંપનીઓ અલગઅલગ સ્ટાઇલમાં ફિલ્મનું પ્રમોશન કરશે. જેમકે, માઉન્ટેન ડ્યુ એવેન્જર્સના પોસ્ટર ધરાવતા કેન માર્કેટમાં મૂકી રહી છે, તો એમેઝોનડોટકોમ નામની ઓનલાઇન શોપિંગ વેબસાઇટે એવેન્જર્સના રમકડાં વેચવા સ્પેશિયલએવેન્જર્સ સ્ટોરખોલ્યો છે. અમેરિકન ફૂડ ચેઇનસબ-વે તો એવેન્જર્સ મેનૂ રજૂ કરી દીધું છે!

અમેરિકામાં મે-ના દિવસે રિલીઝ થઈ રહેલી ફિલ્મ ભારતમાં એક વીક વહેલા ૨૪ એપ્રિલે રજૂ થઈ રહી છે. ભારતીય દર્શકો એવેન્જર્સના નવા એડવેન્ચરને વધાવવા આતુર છે. શક્ય છે કે ભારતમાં૧૦૦ કરોડ ક્લબમાં શામેલ થનારી હોલિવુડની પહેલી ફિલ્મ બની રહે

નોંધઃ ૨૪ એપ્રિલ ૨૦૧૫ના રોજ આ લેખ 'ગુજરાત ગાર્ડિયન'ની પૂર્તિ 'ફિલ્મ ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે
  


No comments:

Post a Comment