Tuesday 23 December 2014

આમિરના જબરદસ્ત અભિનયથી ઓપતી ‘પીકે’- ફિલ્મ રિવ્યુ


માત્રઓહ માય ગોડનો વિષય રિપિટ થતો હોવાથી કોઈ ફિલ્મને ક્રિટિસાઇઝ કરી દેવાનું યોગ્ય નથી. (બોલિવુડની સેંકડો ફિલ્મો એકબીજાની કોપી હોય છે.) ગીતોને બાદ કરીએ તો પીકેએક એવું મસ્ત મજાનું પેકેજ છે જે થિયેટર સુધી લાંબા થનારને નિરાશ નહીં કરે. ‘ ઇડિયટ્સની ધૂંઆધાર સફળતા પછી, અપેક્ષાના બોજ હેઠળ આમિર ખાન, રાજકુમાર હિરાણી અને વિધુ વિનોદ ચોપરાની ત્રિપુટીએ ફરી એકવાર માસ્ટરસ્ટ્રોક ખેલ્યો છે. અફકોર્સ, પીકે કંઈ ઇડિયટ્સની તોલે ના આવી શકે (એમ તો શાનપણ શોલેઆગળ બચ્ચું હતીને), છતાં એક્શન જેક્શન, હેપી ન્યુ યર અને કિક જેવી બુદ્ધિનું દેવાળું ફૂંકતી ફિલ્મો કરતાં તો પીકે હજાર દરજ્જે સારી છે. બાબાઓ અને ગુરુઓ સમાજમાં કેવા કેવા ધતિંગ અને અંધશ્રદ્ધા ફેલાવે છે આપણે ક્યાં નથી જાણતા, અને ઓહ માય ગોડમાં એનું રસપ્રદ ફિલ્માંકન પણ આપણે પસંદ કર્યું હતું. પીકે ટ્રેક પર ચાલતી હોવા છતાં અહીં એક પછી એક એવી ઘટનાઓ બનતી રહે છે કે દર્શક સહેજ પણ નિરાશ થતો નથી. અનુષ્કા, સંજય, સુશાંત, બમન, સૌરભ સહિતના તમામ સહાયક કલાકારો સારો અભિનય કરી જાય છે પણ ફૂલ ફોર્મમાં તો અફકોર્સ આમિર છે. તેની ચાલથી લઈને, કોસ્ચ્યુમ્સ, ભોજપુરી ઉચ્ચારો અને સતત આંખ ફાડીને જોતો હોય એવા એક્સ્પ્રેશન- બધું કમાલની ઇફેક્ટ ઊભી કરે છે. સામાન્ય રીતે થાય છે એવું કે આમિરની ફિલ્મો- ગજિની, ઇડિયટ્સ, તારે જમીન પર, રંગ દે બસંતી-ની સ્ક્રીપ્ટ અને વિષયવસ્તુ એટલા નાવિન્યપૂર્ણ હોય છે કે, આમિરના પર્ફોર્મન્સ કરતાં ફિલ્મની ઓવરઓલ ઇફેક્ટ વધુ પાવરફૂલ નીવડે છે. પીકેમાં ઊંધું બને છે. ફિલ્મનો વિષય તાજગીપૂર્ણ ના હોવાથી આમિરનો સુપરલેટિવ અભિનય ફિલ્મ પર છવાઈ જાય છે. જોકે, બધું જોયેલું-જાણેલું હોવા છતાં પીકેમાં એક પછી એક રસપ્રદ દૃશ્યો ઉઘડતા જાય છે અને ફિલ્મ સહેજ પણ બોરિંગ નથી લાગતી. થિયેટરમાંથી બહાર આવતી વખતે ચહેરા પર સ્માઇલ હોવાની ગેરંટી સાથે જોઈ આવો જોવા જેવી ફિલ્મ.      

No comments:

Post a Comment