Tuesday 12 August 2014

સામાન્ય માણસથી માંડી નેતાઓની જાસૂસી થાય છે!

અંગત માહિતીનીતફડંચીસમય સાથે અત્યાધુનિક બની છે. જૂના જમાનામાં લેન્ડલાઇન ફોન સાથે અલગ વાયર જોડી ફોન ટેપ થતાં. આધુનિક જમાનામાં દરેક ફોન કોલ સેટેલાઇટના માધ્યમે અહીં-તહીં પ્રવાસ કરતો હોય ત્યારે તેને હવામાં કેચકરી લેવામાં આવે છે.

૧૯૭૧નું વર્ષ છે. તત્કાલીન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની ઓફિસમાં શ્રીમતી ગાંધી અને સેના ઉચ્ચાધ્યક્ષ જનરલ સામ માણેકશા ગંભીર ચર્ચા માટે ભેગા થયા છે. પૂર્વ પાકિસ્તાન(હાલના બાંગ્લાદેશ) પર સશસ્ત્ર હુમલો કરવા બાબતેની મિટિંગ હતી. હુમલા માટે ભારતીય સેના કેટલી સજ્જ છે વિશે બોલતા માણેકશાને અટકાવી શ્રીમતી ગાંધીએ એમના તરફ એક ચબરખી સરકાવી, જેમાં લખ્યું હતું, ‘ચર્ચા કાગળમાં લખીને કરો. મને શંકા છે કે ઓફિસમાં વોઇસ રેકોર્ડિંગ સાધનો છુપાવવામાં આવ્યા છે.’

બીજો એક કિસ્સો જોઈએ. તાજેતરમાં ત્રણ મહિલાઓ ફેસબુક પર ચેટિંગ કરી રહી હતી. ત્રણે બીજેપીના નેતાઓની પત્ની હતી. હરિયાણાના ઉભરતા નેતા વિશે શરૂ થયેલી ચેટ આગળ જતાં રાજકારણીઓ પાસે કામ કઢાવવા માટે કઈ રીતે કોલ ગર્લ્સ પૂરી પાડવામાં આવે છે દિશામાં આગળ વધી. ફેસબુકના અમેરિકન અધિકારીઓને અને ઉપરાંતની કેટલીક માહિતીઓ અભદ્ર અને સંવેદનશીલ જણાતા તેમણે સમગ્ર ચેટિંગ શબ્દશઃ ભારતની જાસૂસી સંસ્થાઓને મોકલી આપી. મામલામાં ભીનું સંકેલાઈ ગયું અને કોઈના નામ બહાર નથી આવ્યા, પણ બાબત સાબિત કરે છે કે, સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર તમે જે કંઈ શેઅર કરો છો કેટલુંખાનગીછે. ફોન અને લેપટોપના માધ્યમે ઉપયોગમાં લેવાતા એકાઉન્ટ્સ, પાસવર્ડ, ડોક્યુમેન્ટ્સકંઈ કરતાં કંઈ અંગત નથી રહેતું.

૪૦ વર્ષ અગાઉ અમેરિકન સાંસદ ફ્રાન્ક ચર્ચએ એક રસપ્રદ વાત કરી હતી કે, ‘ભવિષ્યમાં છુપાવા માટે કોઈ જગ્યા બાકી નહીં રહેશે.’(There would be no place to hide.) એમના શબ્દોને ટાઇટલ બનાવી પત્રકાર ગ્લેન ગ્રીનવાલ્ડે ૨૦૧૩માં no place to hide નામનું પુસ્તક લખ્યું હતું. પુસ્તકમાં તેણે અમેરિકન સરકારની ઊંઘ હરામ કરી નાખનાર પેલા એડવર્ડ સ્નોડેન દ્વારા જાહેર કરાયેલી સ્ફોટક માહિતીઓ આલેખી હતી, જે સાબિત કરતી હતી કે અમેરિકન સરકારફાવે ત્યારે, ચાહે તેનીવિવિધરૂપે જાસૂસી કરાવતી હતી. તાજેતરમાં ભારતમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીઓ દરમિયાન અને તે પહેલા પણ અમેરિકાએ ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓની જાસૂસી(બગિંગ) કરાવી હોવાના અહેવાલ હતા. મીડિયામાં ખાસ્સા ચગેલા મુદ્દા પર ટાઢું પાણી રેડતા બીજેપીના રાજનાથ સિંહ તથા નીતિન ગડકરી જેવા નેતાઓએ આવી કોઈ બાબત નકારી હતી, તો બડબોલા સુબ્રમણ્યમ સ્વામીએ આમાંઅમેરિકન હાથહોવાની વાતનું સમર્થન કર્યું હતું.

આમ તો દરેક દેશની જાસૂસી સંસ્થાઓ કોઈ ને કોઈ માણસો કે સંસ્થાઓની અંગત માહિતીઓ આંતરતી હોય છે. ‘પિપિંગ ટોમસમી આવી ભારતીય સંસ્થાઓમાં નેશનલ ટેકનિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(NTRO), રિસર્ચ એન્ડ એનાલીસિસ વિંગ(RAW) અને ઇન્ટેલિજન્સ બ્યુરો(IB)નો સમાવેશ થાય છે. મીડિયા કે જાહેર જનતા સુધી આવીચોરેલીમાહિતીઓ પહોંચતી નથી. ઘણાના સ્થાપિત હિતોનું રક્ષણ કરવા આવી અંગત માહિતીઓ છુપાવવામાં આવે છે. સામે પક્ષે ખાનગી જાસૂસી સંસ્થાઓ પોતાનીચોર કળાનું ગાઈ-વગાડીને પ્રદર્શન કરતી હોય છે કેમ કે એનાથી એમના ધંધાને વેગ મળતો હોય છે.

મોટા કોર્પોરેટ હાઉસીસ બિઝનેસમાં તેમના પ્રતિસ્પર્ધીઓથી બે કદમ આગળ રહેવા માટે જાસૂસી સાધનોનો ઉપયોગ કરે વાત તો જૂની થઈ. હવે તો નાના ઉદ્યોગગૃહો પણ સસ્તામાં મળતા આવા સાધનો વાપરતા થયા છે. દિલ્હીમાં આવેલા એશિયામાં સૌથી મોટા ગણાતા ઇલેક્ટ્રોનિક્સ માર્કેટગફાર બજારમાં આવા ઉપકરણો આસાનીથી ઉપલબ્ધ છે. રમકડાંથી લઈને ફટાકડાં અને ગૃહોપયોગી ચીજોથી લઈને મોબાઇલ સુધીની લગભગ તમામ ચીજો સસ્તા ભાવે ભારતમાં પધરાવવામાં પાવરધું ચીન મામલે પણ પાછળ નથી. ચીની બનાવટના ઉપકરણો અહીં ૭૦૦૦થી લઈને ૫૦૦૦૦ રૂપિયામાં વેચાય છે. જાસૂસી ડિવાઇસ જેટલા મોંઘા હોય એટલા વધુ કાર્યક્ષમ હોય છે. મોંઘા ઉપકરણોની રેન્જ વધુ હોય છે અને તેઓ લાંબા સમય સુધી કામ આપે છે. ટચૂકડા પાવર સેલથી ચાલતા આવા ઉપકરણો સરળતાથી કોઈ ટેબલ નીચે કે દીવાલ પર લગાડેલા ચિત્રની પાછળ છુપાવી શકાય છે. છેલ્લા થોડા વર્ષોમાં સગા-સંબંધી-મિત્રો પર જાસૂસી કરાવવાનું ચલણ ભારતમાં વધ્યું છે. લગ્ન બાહ્ય સંબંધોનોથપ્પોકરવા તથા લગ્ન અગાઉ પણ વર કે કન્યાનાચારિત્ર્યના અભ્યાસમાટે ખાનગી જાસૂસોની સેવા લેવામાં આવે છે. આવા કામમાં સસ્તા સાધનોનો છૂટથી ઉપયોગ થાય છે.

સામાન્ય જણાતા મોબાઇલ ફોન સાથે થોડી અમસ્તી છેડછાડ કરીને તેને જાસૂસી ઉપકરણમાં ફેરવી શકાય છે. ખાસ પ્રકારના સોફ્ટવેર ફોનમાં ઇન્સ્ટોલ કરી, જે વ્યક્તિની વાતચીત રેકોર્ડ કરવી હોય તેની આસપાસ જઈ ઊભા રહેવું. તમારા ફોનમાં અગાઉથી સેટ કરેલા કોઈ ચોક્કસ નંબર પરથી તમારા ફોન પર કોલ કરવામાં આવે સાથે તમારા ફોનમાં રહેલું રેકોર્ડિંગનું ફિચર એક્ટિવેટ થઈ જશે. તમે કોલ રિસિવ નહીં કરો, ફોનને સ્પર્શ પણ નહીં કરો તો પણ રેકોર્ડિંગ ચાલુ થઈ જશે. ઓછી અંતર મર્યાદામાં કામ કરતાં આવા જાસૂસી ઉપકરણો પેન ડ્રાઇવ, બોલ પેન અને ચશ્માં રૂપે પણ મળે છે. તેને જોઈ કોઈને સહેજ પણ શંકા જાય એવી એની બનાવટ હોય છે. અમુક વધુ એડવાન્સ્ડ સાધનો તો રેકોર્ડ કરેલામાલને તાત્કાલિક અલ્ટ્રાસોનિક સાઉન્ડમાં ફેરવી દે છે એટલે રેકોર્ડિંગ ડિવાઇસ પકડાઈ જાય તો પણ શું રેકોર્ડ થયું સાંભળી શકાતું નથી અને પકડાયેલી વ્યક્તિ શંકાનો લાભ લઈ છૂટી શકે છે. અલ્ટ્રાસોનિક સાઉન્ડને ખાસ સોફ્ટવેરની મદદથી ફરીથી કન્વર્ટ કર્યા બાદ સાંભળી શકાય છે. ઉપરાંત રેડિયો ફ્રિક્વન્સી ડિવાઇસ તો ખરાં , જે શર્ટના બટન જેટલી સાઇઝમાં મળતા હોવાથી ગમે ત્યાં આસાનીથી છુપાવી શકાય છે. ‘યુઝ એન્ડ થ્રોટાઇપના આવા સસ્તા ઉપકરણનો સેલ ત્રણ કલાક ચાલે પછી સેલ અને ઉપકરણ બંને કાયમ માટે ઠપ્પ થઈ જાય છે.

દરેક રોગનો ઈલાજ હોય છે એમ જાસૂસી ઉપકરણોનું પણ ઓસડિયું છે. ‘એન્ટી બગિંગ ડિવાઇસકહેવાતા આવા ઉપકરણ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરતાં હોય છે જેનાથી અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો ઠપ્પ થઈ જાય છે. જોકે અત્યંત મોંઘા હોવાથી તે બધાને પરવડી નથી શકતા.

અમેરિકા અને યુરોપમાં વેચાતા જાસૂસી ઉપકરણોનો ત્યાં વ્યવસ્થિત રેકોર્ડ રાખવામાં આવે છે, જેથી તેનો ઉપયોગ ગેરકાયદે ના થાય. ‘બોડી બામણીના ખેતરજેવા ભારતમાં રિવોલ્વર જેવા ઘાતક હથિયારો ખરીદનારની માહિતી રાખવામાં આવે છે પરંતુ છૂટથી વેચાતા જાસૂસી ઉપકરણોનો કોણ કેવો ઉપયોગ કરે છે એની સાથે કોઈને નિસ્બત નથી. આપણે ત્યાં પોલીસ અને NTRO જેવી સંસ્થાઓને લેટેસ્ટ મોડેલના જાસૂસી સાધનો વાપરવાની છૂટ છે. સરકારી પૈસે ખરીદાયેલા આવા સાધનો વિપક્ષોની જાસૂસી માટે વપરાતા હોય એમાં નવાઈ પામવા જેવું કંઈ નથી. તાજેતરમાં નવી કેન્દ્ર સરકારની ખુરશી તળે બગિંગનો રેલો આવ્યો છે ત્યારે આવા સાધનોના બેફામ વેચાણ પર નિયંત્રણ મૂકવામાં આવે એવી સંભાવના ખરી.

વિરોધી નેતાઓની જાસૂસી કરાવવાની પરંપરા

વિરોધીઓની જાસૂસી કરાવવાની પરંપરા ભારતમાંઆગુ સે ચલી રહી હૈ’. નોંધપાત્ર ઘટનાઓ પર એક નજર નાખીએ તો, ૧૯૮૩માં મેનકા ગાંધીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, એના પર ચોવીસ કલાક નજર રાખવામાં આવી રહી છે. એનો ફોન ટેપ થાય છે અને પત્રો પણ ખોલીને વાંચી લેવાય છે. તેનો ઈશારો સ્પષ્ટપણે ઈન્દિરા ગાંધી તરફ હતો.

૧૯૯૧માં હરિયાણાના બે જાસૂસો રાજીવ ગાંધીના ઘરની નજીકથી ઝડપાયા હતા. રાજીવ કોને કોને મળે છે અને શું ચર્ચા કરે છે એના પર તેઓ ચાંપતી નજર રાખી રહ્યા હતા. રાજીવ ગાંધી પર પણ બગિંગ કરાવવાનો આરોપ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંહે લગાવ્યો હતો. બંને વચ્ચે બનતું હોવાથી રાજીવ એમની જાસૂસી કરાવતા એવું તેમનું કહેવું હતું. પત્રકારો અને મિત્રો સાથેની મુલાકાત ઝૈલ સિંહ તેમના ઘરના બગીચામાં રાખતા જેથી બગિંગથી બચી શકાય.

૨૦૦૬માં સમાજવાદી પાર્ટીએ દાવો કર્યો હતો કે તેમના જનરલ સેક્રેટરી અમર સિંહનો ફોન કેન્દ્ર સરકારના આદેશથી ટેપ કરવામાં આવી રહ્યો છે. કેસમાં દિલ્હી સ્થિત જાસૂસી સંસ્થાવી-ડિટેક્ટના સંચાલક અનુરાગ સિંહની ધરપકડ કરવામાં આવી હતી. જામીન પર છૂટેલા અનુરાગે ફરી ધંધો શરૂ કરી દીધો. વખતે તેનો શિકાર હતા અરુણ જેટલી. ૨૦૧૩માં પ્રકરણ બહાર આવ્યા બાદ દિલ્હી પોલીસે અનુરાગને ફરી જેલમાં ધકેલી દીધો હતો.

ગૃહ ખાતાની મંજૂરી લઈ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે ૨૦૦૮-૨૦૦૯માં ૩૦૦ દિવસ સુધી નીરા રાડિયાના ફોન ટેપ કર્યા હતા. ટેલિકોમ મિનિસ્ટર . રાજા તથા અન્ય ઉદ્યોગપતિઓ સાથેની રાડિયાની વાતચીત ૨૦૧૦માંઓપનનામના મેગેઝિનમાં પ્રગટ થઈ હતી અને દેકારો બોલી ગયો હતો.

૨૦૧૧માં ત્યારના નાણાં મંત્રી પ્રણવ મુખરજીની ઓફિસ બિલ્ડિંગમાંથી - નહીં પણ પૂરી ૧૬ ગમ સ્ટિકમળી આવી હતી, જે પૈકી ત્રણ તો તેમના ટેબલ નીચે ચોંટાડેલી હતી. પ્રકારની સ્ટિક હતી જે જાસૂસીના સાધનો ચોંટાડવામાં વપરાય છે. મુખરજીએ વડાપ્રધાન મનમોહન સિંહને પત્ર લખી સ્પષ્ટતા માગી હતી કે, શું એમની વફાદારી પર એમની પાર્ટીને શંકા છે! વિરોધી પાર્ટી બીજેપીએ ઘટનાની તપાસની માગ કરી હતી. ઇન્ટેલિજન્સ બ્યુરોએ તપાસ કરીને જણાવ્યું કે, તો ફક્ત ચ્યુઇંગમ હતી! ૧૬ જેટલી ચ્યુઇંગમ નાણાં મંત્રીની ઓફિસમાં કોણ-શા માટે ચોંટાડે એનો ખુલાસો કદી કરવામાં આવ્યો. મુખરજીએ જાહેરમાં સમગ્ર ઘટનાક્રમને અફવામાં ખપાવી દીધો હતો.

૨૦૧૨માં સંરક્ષણ મંત્રી . કે. એન્ટોનીની ઓફિસમાં જાસૂસી ઉપકરણ ઝડપાયું હતું. સમયે કેન્દ્ર સરકાર અને ભારતીય સેનાના અધિકારીઓ વચ્ચે સખત તણાવભરી સ્થિતિ હતી. વર્ષે સપ્ટેમ્બરમાં બીજેપી નેતા યશવંત સિંહાએ કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમ પર ઉઘાડેછોગ આરોપ લગાવ્યો હતો કે, એરસેલ-મેક્સીસ ઘોટાળામાં ચિદમ્બરમની સંડોવણી બાબતે સિંહાએ પ્રશ્નો ઉઠાવ્યા હોવાથી ચિદમ્બરમે સિંહાની ઓફિસનો ફોન ટેપ કરાવ્યો હતો.

૨૦૧૩માં વિકિલીક્સ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે, અમેરિકન સંસ્થા NSA(નેશનલ સિક્યોરિટી એજન્સી) બીજેપીના ટોચના નેતાઓની ગતિવિધિઓ પર છેક ૨૦૧૦થીનજરરાખી રહી હતી. અમેરિકા સ્થિત ભારતીય દૂતાવાસના ફોન કોલ્સ પણ ટેપ થતા હતા. નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ વાત બહાર આવી હતી. જોકે ભારત એકમાત્ર દેશ નથી જેની અમેરિકાએ જાસૂસી કરાવી હોય. દુનિયાના ૩૫ દિગ્ગજ નેતાઓના ફોન ટેપ કરાવતી હોવાનો આરોપ NSA પર લગાવવામાં આવ્યો છે!

૨૦૧૩માં એવી વાત બહાર આવી હતી કે, વર્ષ ૨૦૦૯-૧૦ દરમિયાન ગુજરાત સરકાર દ્વારા એક ચોક્કસ યુવતીની જાસૂસી કરાવવામાં આવતી હતી. જોકે વિવાદ પર ટાઢું પાણી રેડતા તે યુવતીના પરિજનોએ આવી કોઈ શક્યતાને નકારી હતી અને ઉલટાનું તેમના પરિવારને પોલીસ સિક્યોરિટી આપવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીએ એક વાર કહ્યું હતું કે, છેલ્લા થોડા વર્ષોથી ગુજરાતમાં ૯૦૦૦૦ લોકોના ફોન ગેરકાયદે ટેપ કરવામાં આવે છે!

થોડા વર્ષો અગાઉ બીસીસીઆઇના એક ભૂતપૂર્વ અધિકારીએ ભારતીય ક્રિકેટના માંધાતાઓના ફોન, -મેઇલ, ક્રેડિટ કાર્ડ્સ વગેરેની માહિતી મેળવવા લંડનમાં રહીને કામ કરતા મોસાદ(ઈઝરાયેલની વિખ્યાત જાસૂસી સંસ્થા)ના નિવૃત્ત જાસૂસોની સેવા લીધી હોવાનું કહેવાય છે. માહિતીઓ પછી પડદા પાછળ બ્લેકમેઇલિંગ માટે વપરાઈ હતી.

યુપીએ સરકારના રાજમાં પોલિટિકલ જાસૂસીનું ભૂત ખાસ્સું ધૂણ્યું હતું. અફવા એવી હતી કે નીતિન ગડકરીના મુંબઈ સ્થિત નિવાસસ્થાનેજાસૂસી ઉપકરણોફિટ કરવામાં આવ્યા હતા.

અત્યાધુનિક જાસૂસી જીવડું - પેસિવ ઇન્ટરસેપ્ટર

લાંબા વાયર અને રેકોર્ડિંગ ડિવાઇસ છુપાવવા હવે કોઈના ઘર કે ઓફિસમાં ચોરીછૂપે જવાનું જોખમ ખેડવું નથી પડતું. બસ આધુનિક સાધનો વસાવી લો અને મંડી પડો. આવું એક સાધન છે, પેસિવ ઇન્ટરસેપ્ટર. દેખાવમાં અદ્દલ લેપટોપ જેવું લાગતું ઉપકરણએક તીરે સો શિકારકરવા માટે જાણીતું છે. ફોન કોલ્સ ટેપ કરવાથી માંડીને ટેક્સ્ટ મેસેજ, સ્કાઇપ કોલ્સ, બ્લેકબેરી મેસેન્જર ડિટેઇલ્સ, ફેસબુક તથા વોટ્સએપ ચેટ જેવી તમામ અંગત માહિતીઓને તે આંતરી શકે છે. સાધન ૨થી કિલોમીટર સુધીની ત્રિજ્યામાં રહેલા કોઈપણ ફોનને ટ્રેસ કરી શકે છે. ભારતમાં બનતું ઉપકરણ વાયા દુબઈ થઈને ભારતીય વપરાશકારો સુધી પહોંચે છે. ઈઝરાયલ, યુક્રેન અને ચીન એનું મોટાપાયે ઉત્પાદન કરે છે. શરૂઆતમાં કરોડ રૂપિયામાં મળતું સાધન હવે તેની ખપત વધતાં કરોડમાં મળતું થયું છે. લેપટોપ જેવું દેખાતું હોવાથી એરપોર્ટ જેવા સ્થળોએ ઉપકરણને આસાનીથી કસ્ટમ ક્લિયરન્સ મળી જાય છે.

જેનો ફોન આંતરવો હોય એના પર પેસિવ ઇન્ટરસેપ્ટર થકી કોલ કરવામાં આવે છે. પેલો કોલ રિસીવ કરે એટલે તેના ફોનનો ૧૫ આંકડાનો ઇન્ટરનેશનલ મોબાઇલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી કોડ મેળવી લઈઆજા, ફસાજાટાઇપનું પેસિવ ઇન્ટરસેપ્ટર પોતાનો જાદુ ચલાવે છે. પછી સામેવાળાના ટેક્સ્ટ અને વોઇસ મેસેજ કે કોલ ડિટેઇલ્સ- કશું ખાનગી નથી રહેતું.

નોંધઃ ૬ ઓગસ્ટ ૨૦૧૪ના રોજ આ લેખ 'ગુજરાત ગાર્ડિયન'ની પૂર્તિ 'મિડવીક ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.