Tuesday 24 June 2014

કિસ્સા કુર્સી કાઃ શોભાના ગાંઠિયા સમાન રાજ્યપાલોની ભારતને જરૂર છે ખરી?


તાજેતરમાં નવનિર્મિત ભાજપ સરકારે યુપીએ સરકાર દ્વારા નિયુક્તિ પામેલા રાજ્યપાલો(ગવર્નર)ને ખુરશી ખાલી કરવા કહ્યું એટલે રાજ્યપાલોની જરૂરતનો વિષય ગરમાયો છે. ઉત્તરપ્રદેશ અને છત્તીસગઢના રાજ્યપાલોએ રાજીનામા આપી દીધાં છે તો અન્ય રાજ્યોના રાજ્યપાલો બાબતે કચવાટ કરી રહ્યાં છે. કોંગ્રેસે ભાજપના આદેશને આપખુદશાહી ગણાવી કાગારોળ મચાવી છે. કોંગ્રેસ સગવડતાપૂર્વક ભૂલી ગઈ છે કે ૨૦૦૪માં ભારતીય જનતા પાર્ટીને હટાવી દિલ્હીમાં સત્તાનશીન થતાં યુપીએ સરકારે પહેલું કામ બિન-કોંગ્રેસ શાસિત રાજ્યો ગુજરાત, ઉત્તરપ્રદેશ, હરિયાણા અને ગોવાના રાજ્યપાલો(અનુક્રમે કૈલાસપતિ મિશ્રા, વિષ્ણુકાંત શાસ્ત્રી, બાબુ પરમાનંદ અને કેદારનાથ સહાની)ને પદચ્યુત કરવાનું કર્યું હતું. રીતે રાજ્યપાલોને નિલંબિત કરતી વખતે કંઈક કારણ આપવું પડે. યુ.પી.. સરકારે કારણ આપ્યું હતું કે, ચારેય રાજ્યપાલો ભૂતકાળમાં આર.એસ.એસ. સાથે સંકળાયેલા હતા.


ભાજપના ભૂતપૂર્વ આઇ.પી.એસ. ઓફિસર અને રાજ્યસભામાં એવા બી.પી. સિંઘલે એક પી.આઇ.એલ. (પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન) નોંધાવી યુપીએ સરકારના આવા તઘલખી નિર્ણયને પડકાર્યો હતો. જવાબમાં એક સમિતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેણે વિષયમાં ૨૦૧૦માં એવો ચુકાદો આપ્યો હતો કે કોઈપણ સરકારને પ્રકારે રાજ્યપાલોની હાકલપટ્ટી કરવાનો હક નથી. અને જો કોઈ રાજ્યપાલને નિલંબિત કરવા હોય તો એના માટે યોગ્ય કારણ રજૂ કરવું જરૂરી છે. રાજ્યપાલની ભૂમિકા જો કેન્દ્ર સરકારની વિચારસરણી અને કામગીરીની સમૂળગી વિરુદ્ધ જતી હોય તો તેમને પદત્યાગ કરવાની ફરજ પાડી શકાય, અને પણ રાષ્ટ્રપતિ દ્વારા, કે કેન્દ્ર સરકાર દ્વારા. રાજ્યપાલને પદચ્યુત કરવાનું કારણ રાષ્ટ્રપતિએ જાહેર કરવું ફરજિયાત નથી. કિન્નાખોરીને લીધે પોતાને પદભ્રષ્ટ કરવામાં આવી રહ્યા છે એવું રાજ્યપાલને લાગે અને તેઓ પદત્યાગ કરવા તૈયાર હોય તો પછી ગજગ્રાહ ટાળવા સુપ્રિમ કોર્ટ દરમિયાનગીરી કરે છે. સુપ્રિમ કોર્ટ સમક્ષ રાષ્ટ્રપતિએ જે તે રાજ્યપાલને પદચ્યુત કરવાનું તાર્કિક કારણ રજૂ કરવું પડે છે. ફક્ત જૂની સરકાર દ્વારા નિમાયેલા હોવાથી કોઈ રાજ્યપાલને પદભ્રષ્ટ ના કરી શકાય. રાજ્યપાલનો હોદ્દો ગરિમાપૂર્ણ હોવાથી તેનું સન્માન જાળવવું ઈચ્છનીય ગણાવાયું છે.

ભારતના બંધારણ મુજબ રાજ્યપાલ કોઈપણ રાજ્યના પ્રથમ નાગરિક ગણાય. દેશના રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક પામતા રાજ્યપાલનો હોદ્દો મુખ્યમંત્રી કરતાંય ઊંચો ગણાય. રાજ્યપાલનો હોદ્દો બંધારણીય ગણાય. રાજ્યપાલ સરકારના સેવક નથી. બંધારણ મુજબ તો કોઈપણ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલી વ્યક્તિની નિમણૂક રાજ્યપાલ પદે કરી નથી શકાતી. જોકે આદર્શ જણાતી રૂપરેખાને ઘોળીને પી જવામાં દેશની તમામ સરકારોને ફાવટ આવી ગઈ છે. કોઈપણ સરકાર તેના તમામ નેતાઓનો મંત્રીમંડળમાં સમાવેશ કરી શકતી નથી. નાના બચ્ચાને ખુશ કરવા લોલિપોપ આપી દેવામાં આવે છે એમ સરકાર-બહાર રહેલાઓને ગવર્નરનામની ચ્યુઇંગમ ચગળવા આપી દેવાય છે.

હાલની ભાજપ સરકાર રાજ્યપાલોને બરખાસ્ત કરવા એવું કારણ આપી રહી છે કે, કોંગ્રેસ દ્વારા નિમાયેલા રાજ્યપાલો ભાજપ અને અન્ય પક્ષો દ્વારા સંચાલિત રાજ્યોમાં પણ કોંગ્રેસની નીતિરીતિને અનુસરીને કામ કરી રહી છે. રાજ્યને લગતા કોઈપણ કાયદાને મંજૂરી આપવાની સત્તા રાજ્યપાલ પાસે રહેતી હોવાથી સ્વાભાવિક છે કે કેન્દ્ર સરકાર પોતાના કહ્યામાં રહે એવા રાજ્યપાલોની નિમણૂક કરવા ઈચ્છુક હોય.

રાજ્યપાલોની સંગીત ખુરશીની રમત આમ પણ આગૂ સે ચલી આતીપરંપરા છે. ભૂતકાળમાં પણ રાજ્યપાલોની સામૂહિક હકાલપટ્ટીના ખેલ પાર પાડવામાં આવ્યા હતા. ૧૯૭૭માં ઈન્દિરા ગાંધીની કોંગ્રેસ સરકાર ઇમરજન્સીના પાપે ધબાય નમઃ થતાં જનતા પાર્ટી સત્તા પર આવી હતી, જેણે કોંગ્રેસ સરકારના તમામ રાજ્યપાલોને ઘરભેગાં કરી દીધાં હતાં. આમ કરવાનું તાર્કિક કારણ આપવામાં હતું કે રાજ્યપાલોએ ઇમરજન્સી દરમિયાન ઈન્દિરા ગાંધીના ગેરબંધારણીય કાર્યોમાં સહકાર આપ્યો હતો.

ખાટલે મોટી ખોડ છે કે રાજ્યપાલો ખુદ તેમના હોદ્દાની ગરિમા જાળવવામાં ઊણા ઉતરે છે. રાજ્યના હિતને કોરાણે મૂકી મોટાભાગના રાજ્યપાલ કેન્દ્ર સરકારના એજન્ટ બની રહે છે. છેલ્લા થોડાં વર્ષોમાં જે રાજ્યોમાં કોંગ્રેસની સરકાર નહોતી તે રાજ્યોના રાજ્યપાલોને રાજ્ય સરકાર સાથે અવારનવાર ઘર્ષણ થતું. કોંગ્રેસે તો પોતાના વફાદાર નેતાઓના કાળા-કરતૂત છુપાવવા માટે પણ રાજ્યપાલના હોદ્દાનો દુરુપયોગ કર્યો છે. ક્લાસિક ઉદાહરણ છે શીલા દીક્ષિતનું. ૨૦૧૦માં દિલ્હીમાં યોજાયેલો કોમનવેલ્થ રમતોત્સવ રમતને બદલે પગ કરી ગયેલાઅબજો રૂપિયાને લીધે યાદ રહી ગયો છે. શીલા દીક્ષિતનું નામ પણ કૌભાંડમાં ખરડાયેલું છે. ‘ચાર દિન કી ચાંદનીસમી આમ આદમી પાર્ટીની સરકાર સામે દિલ્હીનું મુખ્યમંત્રી પદ ગુમાવી ચૂકેલા શીલાને કોંગ્રેસે સિફતતાપૂર્વક કેરાળના રાજ્યપાલ પદે બેસાડી દીધાં. બંધારણ મુજબ રાજ્યપાલ સામે કાનૂની કાર્યવાહી થઈ શકે એટલે કોમનવેલ્થ કૌભાંડના કાદવથી ખરડાયેલા શીલાને કોઈપણ પ્રકારની તપાસથી સલામત રાખવાની મંશાથી તેમનેરાતોરાતરાજ્યપાલ પદે બેસાડી દેવામાં આવ્યા છે.

મોદી સરકાર સાથે જેમને કદી નથી ફાવ્યું એવા ગુજરાતના રાજ્યપાલ કમલા બેનિવાલ પણ ભ્રષ્ટાચારના આરોપથી ઘેરાયેલા છે. જયપુરમાં રૂપિયા ૧૦૦૦ કરોડના જમીન કૌભાંડમાં તેઓ સંડોવાયેલા હોવાનો તેમના પર આરોપ છે. ગુજરાતનું રાજ્યપાલ પદ અત્યાર સુધી તેમના માટે સુરક્ષાકવચ બની રહ્યું છે પરંતુ નવેમ્બર ૨૦૧૪માં તેમનો કાર્યકાળ પૂરો થયા બાદ તેમનું શું થશે જાણવું રસપ્રદ બનશે.

રાજ્યપાલ તરીકે સૌથી વધુ ચર્ચામાં કોઈ રહ્યું હોય તો છે કર્ણાટકના રાજ્યપાલ એચ.આર. ભારદ્વાજ. ૨૦૦૯માં કેન્દ્રીય કાયદાપ્રધાન ભારદ્વાજે બહુચર્ચિત સી.બી.આઈ.ની ઉપરવટ જઈબોફોર્સ કૌભાંડના મિડલમેન ઇટાલીના ઓટ્ટાવિયો ક્વાત્રોચીના બે બેંક એકાઉન્ટ ડિ-ફ્રીઝકરાવી દીધાં હતાં, જે બદલ તેમને ભારે આલોચનાનો સામનો કરવો પડ્યો હતો. કર્ણાટકના મુખ્યમંત્રી યેદુરપ્પાના મંત્રીઓ પર ખનીજોનો ગેરકાયદે વેપાર કરવાના આરોપ લગાવીને પણ ભારદ્વાજ સમાચારોમાં રહ્યા હતા. ૨૦૧૧માં તો તેમણે રાજ્ય સરકારને અસફળ ગણાવી કર્ણાટકમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડવાની માગ પણ કરી હતી.

મનમોહન સિંઘના રાજમાં ગૃહ પ્રધાન રહેલા શિવરાજ પાટિલે ૨૦૦૮માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલા પછી પોતાના પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. જોબલેસ થયેલા પાટિલને કોંગ્રેસે પંજાબનું રાજ્યપાલ પદ આપી સાચવીલીધા હતા.

રાજ્યપાલ પાસે કયા પ્રકારની સત્તા હોય છે? () રાજ્યપાલને વિધાનસભા બરખાસ્ત કરવાની સત્તા હોય છે પણ માટે તેમને રાજ્યના મંત્રીમંડળનો સાથ મળવો જોઈએ. મંત્રીમંડળના લીડર પાછા મુખ્યમંત્રી હોય એટલે જે તે રાજ્યમાં વિધાનસભા બરખાસ્ત કરવાનો છેલ્લો દાવ તો મુખ્યમંત્રીના હાથમાં ગણાય. કેસમાં રાજ્યપાલના નહોર તો બુઠ્ઠા ગણાય. () રાજ્ય સરકારે કોઈપણ કાયદો પાસ કરાવવા માટે રાજ્યપાલની મંજૂરી મેળવવી જરૂરી છે. રાજ્યપાલ બિલ પાસ કરી સુધારા-વધારા માટે રાજ્ય સરકારને પરત કરી શકે છે. જો રાજ્ય સરકાર ફરીથી બિલ રાજ્યપાલને પહોંચાડે તો પછી રાજ્યપાલે બિલને મંજૂરી આપવી પડે! બિલનો ફેંસલો પછી રાષ્ટ્રપતિના દરબારમાં પહોંચે. આમ વિષયમાં પણ રાજ્યપાલ મર્યાદિત સત્તા ધરાવે છે. () રાજ્યમાં ઇમરજન્સી લાગુ પાડવામાં આવે તો રાષ્ટ્રપતિની નજર હેઠળ રાજ્યપાલને રાજ્યનો કારભાર ચલાવવાની સત્તા મળે છે.

લાખ રૂપિયાનો સવાલ કે દેશને રાજ્યપાલોની જરૂર છે ખરી? મોટાભાગના રાજ્યપાલો યુનિવર્સિટીઓમાં ભાષણો આપવા અને સરકારી ઈમારતોના ઉદ્ઘાટન પ્રસંગોમાં હાજરી આપી રિબિનો કાપવા સિવાય કંઈ ખાસ કરતા હોય તો હોદ્દો બંધારણમાંથી શા માટે દૂર કરવો જોઈએ? શોભાના ગાંઠિયા સમાન રાજ્યપાલોને જાળવવા જનતાના કરોડો રૂપિયાનો ધુમાડો કરવો અનુચિત નથી?

જો હોદ્દો જારી રાખવો હોય તો આદર્શ પરિસ્થિતિ છે કે જેમનો ભૂતકાળ ખરડાયેલો નથી, જેઓ કોઈપણ પ્રકારના કૌભાંડો-ગુનાઓમાં સંડોવાયેલા નથી એવા વ્યક્તિઓને રાજ્યપાલ પદ સોંપવું. માટે લાયક આઇ..એસ. ઓફિસર્સ, સેનાના ઉચ્ચ હોદ્દે રહી ચૂકેલા નિવૃત્ત દેશભક્તો અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિજ્ઞાનીઓનો દેશમાં તોટો નથી.
રાજ્યપાલની જરૂરત વિશે પ્રશ્નો અને કાર્યપદ્ધતિ પર આંગળીઓ ઊઠી રહી છે ત્યારે દિવસો યાદ આવે છે જ્યારે ભારતને સી. રાજગોપાલચારી અને સરોજિની નાયડુ જેવા અસરકારક અને સન્માનનીય રાજ્યપાલો મળ્યા હતા. આશા રાખીએ કે મોદી સરકાર જે નવા રાજ્યપાલોની નિમણૂક કરે કમસે કમ રાજ્યપાલના હોદ્દાની ગરિમા જાળવે એવા હોય.

નોંધઃ ૨૫ જૂન ૨૦૧૪ના રોજ આ લેખ 'ગુજરાત ગાર્ડિયન'ની પૂર્તિ 'મિડવીક ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.