Saturday, 8 February 2014

જિંદગી જીવી નહીં પણ જીતી જનાર નિક વોયેચિચ

હાથ-પગ વગરની જિંદગી કલ્પી પણ શકાય એટલી ઓશિયાળી બની શકે પરંતુ નિકે પોતાની શારીરિક ખામીઓને પોતાની કમજોરી બનવા દીધી
 ૧૯૮૨માં ઓસ્ટ્રેલિયાના બ્રિસબેન શહેરમાં ડુસ્કા અને બોરીસ વોયેચિચને ત્યાં બાળક જન્મ્યું પરંતુ નવજાતના આગમનની ઉજવણી હર્ષને બદલે શોકમાં ફેરવાઈ ગઈ કેમ કે બાળકને હાથ-પગ નહોતા! પગને નામે ધડનાં નીચલા ભાગ સાથે જોડાયેલા બે નાનકડા પંજા હતા અને બે પૈકી એક પંજામાં બે અંગૂઠા હતા. હાથનું તો નામોનિશાન નહીં. ટેટ્રા-એમેલિયા સિન્ડ્રોમ નામની ભાગ્યે કોઈને થતી બીમારી લઈને જન્મેલા બાળકનું નામ નિકોલસ રાખવામાં આવ્યું. હુલામણુ નામ, નિક.


નિકના ભાઈ એરોન અને બહેન મિશેલ શારીરિક રીતે સંપૂર્ણ તંદુરસ્ત હતા. નિક પોતે પણ તંદુરસ્ત હતા. હાથ-પગ વગરની જિંદગી કલ્પી પણ શકાય એટલી ઓશિયાળી બની શકે પરંતુ નિકે પોતાની દૈહિક ખામીઓને પોતાની કમજોરી બનવા દીધી. સમજણા થયા ત્યારથી તેઓ પોતાના રોજિંદા કામ જાતે કરતા. તેમ છતાં તેમની શારીરિક ખામી વારંવાર તેમના માર્ગમાં રોડા નાખતી રહેતી. ઑસ્ટ્રેલિયાના કાયદા મુજબ નાનકડા નિકને કોઈપણ જાણીતી શાળામાં એડ્મિશન મળી શકે એમ નહોતું. તેમને શારીરિક અને માનસિક રીતે અપંગ બાળકો માટેની શાળામાં દાખલ કરવાની સલાહ આપવામાં આવી પરંતુ તેઓ માનસિક રીતે સંપૂર્ણ સક્ષમ હોવાથી તેમના માતા-પિતા એમ કરવા નહોતા ઈચ્છતા. સરકારમાં ધા નાખવામાં આવી અને નિક માટે કાયદો બદલવામાં આવ્યો. તેમને મનગમતી શાળામાં પ્રવેશ મળી ગયો.
જોકે શાળામાં પણ તેમને ભારે અપમાન અને અવગણનાનો સામનો કરવો પડતો. અવારનવાર સહપાઠીઓની ઠઠ્ઠામશ્કરીનો ભોગ બનીને કંટાળેલ નિક ભારે ડિપ્રેશનમાં સરી પડ્યા અને દસ વર્ષની ઉંમરમાં તેમણે પોતાની જાતને પાણી ભરેલા બાથટબમાં ડૂબાડીને આત્મહત્યા કરવાની કોશિશ કરી. ઘટનાએ નિકનું ભવિષ્ય બદલવામાં મોટો ભાગ ભજવ્યો. માતા-પિતાએ તેમની અંદર હકારાત્મકતા અને આત્મવિશ્વાસનું સિંચન કરવા માંડ્યું અને તે વિવિધ પ્રવુત્તિઓમાં સતત વ્યસ્ત રહે પ્રકારની દિનચર્યાનું આયોજન કર્યું. હાથ વગર અશક્ય લાગે એવા કામ વાળ ઓળવા, બ્રશ કરવું, ફોન ઉપાડવા, ભોજન કરવું, પગનાં બે અંગૂઠા વચ્ચે બોલપેન પકડી લખવુંતો તેમણે બાળવયમાં શીખી લીધા. પરિવારનાં પ્રોત્સાહનથી હવે તેઓ સ્વીમિંગ, સોકર અને ગોલ્ફ જેવી રમતોમાં પણ હિસ્સો લેવા લાગ્યા. કિશોરવયે તેઓ પોતાની દાઢી જાતે બનાવતા. પગની એડી અને અંગૂઠાની મદદથી કમ્પ્યુટર પર ટાઇપિંગ કરવાનું પણ શીખી લીધું! યુવાન વયે સ્કાઇ-ડાઇવિંગનો અનુભવ પણ મેળવી લીધો! પોતાની પંગુતા સ્વીકારી લઈ તેમણે મોજથી જીવવાનું શરૂ કર્યું. જોકે ઈસુમાં અપાર શ્રદ્ધા ધરાવતા નિક દરરોજ પ્રાર્થના કરતાં કે કોઈ ચમત્કાર થાય અને તેમને હાથ-પગ મળી જાય. ઈસુ તેમને હાથ-પગ કરતાં ઘણું વધારે આપવા માગતા હતા

સત્તર વર્ષની વયે તેમણે ચર્ચમાં શ્રદ્ધાળુઓને સંબોધવાનું શરૂ કર્યું. શ્રોતાઓને તેમની સ્પીચ ગમવા લાગી. શારીરિક અને માનસિક રીતે અક્ષમ લોકો માટે તેમણે ફાળો ભેગો કરવા માટે પ્રવાસ કરવા માંડ્યો. ગ્રિફિથ યુનિવર્સિટીમાંથી કોમર્સ ગ્રેજ્યુએશન કર્યાં બાદ તેમણે એક સંસ્થાલાઇફ વિધાઉટ લિમ્બ્સની સ્થાપના કરી. ચેરિટી કામમાં લોકોનો જોરદાર પ્રતિભાવ મળતા તેમનો ઉત્સાહ બેવડાયો. દેશ અને દુનિયાએ તેમની સખાવતની નોંધ લીધી.     

સમય જતાં તેમણે પ્રેરણાત્મક પ્રવચનો આપવા માંડ્યા. પ્રવચનમાં તેઓ ઈશ્વરમાં શ્રદ્ધાથી માંડીને અનેક પ્રકારના સામાજિક મુદ્દાઓ આવરી લે છે. લાખો લોકો એમના જીવનસંઘર્ષથી પ્રભાવિત થયા છે અને પ્રેરણા મેળવતા રહ્યા છે. આજે નિક વોયેચિચ એક સેલિબ્રિટી સ્ટેટસ ભોગવે છે. પાંચ ખંડના ૨૪ દેશોમાં તેઓ પ્રવચન આપી ચૂક્યા છે. પુસ્તકો અને ટેલિવિઝન દ્વારા તેઓ તેમના સખાવતકાર્યનો વધુ ને વધુ ફેલાવો થાય માટે સતત પ્રયત્નશીલ રહે છે. ૨૦૧૦માં તેમણેલાઇફ વિધાઉટ લિમિટ્સઃ ઇન્સ્પીરેશન ફોર રિડિક્યુલસલી ગુડ લાઇફનામનું પુસ્તક લખ્યું હતું જે ખૂબ વંચાયું અને વખણાયું છે. તેમના અન્ય પુસ્તકોઅનસ્ટૉપેબલઅનેયોર લાઇફ વિધાઉટ લિમિટ્સઃ લિવિંગ એબોવ યોર સર્કમ્સ્ટન્સીસને પણ ભારે દાદ મળી છે. એમના જીવન પર આધારિતલાઇફ્સ ગ્રેટર પર્પઝનામની એક ડૉક્યુમેન્ટરી ફિલ્મ પણ બની છે. તેમણે ટૂંકી ફિલ્મધી બટર ફ્લાય સર્કસમાં અભિનય પણ કર્યો હતો જેના માટે તેમને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ પણ મળ્યો હતો.  

નિક ઈશ્વરના આભારી છે કે તેમને ઑસ્ટ્રેલિયા જેવા દેશમાં જન્મ મળ્યો. તેમને ડર છે કે ત્રીજા વિશ્વનાં કોઈ દેશમાં તેઓ જન્મ્યા હોત તો જન્મતાં તેમની હત્યા કરી દેવામાં આવી હોત. પોતાને જે જિંદગી મળી છે બદલ તેમને આજે કોઈ ફરિયાદ નથી. શરૂઆતમાં ઈશ્વરનો શ્રાપ લાગતી પંગુતાને લીધે તેઓ વિશ્વભરમાં જાણીતા થયા છે અને બીજા માટે પ્રેરણાસ્ત્રોત બની શક્યા છે. જીવન આસાન નહોતું, પણ નિકે સાચા અર્થમાં જિંદગી જીવી અનેજીતીબતાવી છે.

હાલમાં નિક પોતાની જાપાનીઝ પત્ની કેને મિયાહારા અને દીકરા કિયોશી જૅમ્સ સાથે અમેરિકાના લોસ એન્જલસ શહેરમાં રહે છે. કિયોશી સંપૂર્ણપણે સ્વસ્થ બાળક છે.

નોંધઃ નવેમ્બર ૨૦૧૩માં  લેખ 'ગુજરાત ગાર્ડિયન'ની પૂર્તિ 'સન્ડે ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.


No comments:

Post a Comment