Tuesday, 17 June 2014

મિડલ ઇસ્ટમાં નવા જેહાદી સંગઠન ISISનો આતંક


કેટલાક માણસો આજીવન દુઃખ, પીડા, અશાંતિમાં જીવતા હોય છે. ધરતી પર કેટલાક પ્રદેશો પણ એવા છે જ્યાં કદી શાંતિ સ્થાઈ થઈ શકી નથી. ઈરાક એવો એક દેશ છે. બાથ પાર્ટીના એકહથ્થું શાસનમાં સદ્દામ હુસૈનના આપખુદશાહી નેતૃત્વ તળે ઈરાક દાયકાઓ સુધી દબાયેલું રહ્યું. પડોશી દેશ ઈરાન સાથે ૧૯૮૦થી ૧૯૮૮ દરમિયાન વર્ષ લાંબું ચાલેલુંગલ્ફ વોરવેઠ્યું. છેલ્લે અમેરિકાની દાદાગીરીનું પણ સાક્ષી બન્યું. સદીઓ જૂની શિયા-સુન્ની વચ્ચેની પરંપરાગત લડાઈ તો ખરી .

સુન્ની પંથી સદ્દામ હુસૈનનો ઘડોલાડવો કરી અમેરિકાએ ઈરાકનું સુકાન શિયા પંથી નૂરી અલ-મલિકીને સોંપી તો દીધું પણ એનાથી કંઈ ઈરાકમાંરામરાજ્ય સ્થપાયું. દેશની આંતરિક સમસ્યાઓ જ્યાંની ત્યાં રહી. ઉપરાંત અસંતુષ્ટ બાગીઓ બહારવટે ચડ્યા. આમ તો મિડલ ઇસ્ટના દેશોમાં જેહાદને નામે અનેક નાનામોટા આતંકવાદી સંગઠનો ફાલતા-ફૂલતા રહ્યા છે, જેમાંનું સૌથી કુખ્યાત સંગઠન એટલે અલ-કાયદા. જોકે છેલ્લા એકાદ દાયકાથી ISIS નામનું એક આતંકવાદી સંગઠન ત્યાં માથું ઊંચકી રહ્યું છે. ISIS એટલેઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા’. તાજેતરમાં ઈરાકના ઉત્તરી શહેરમોસુલ’ (ઈરાકનું બગદાદ પછીનું સૌથી મોટું શહેર) પર કબજો જમાવી ISIS વિશ્વભરમાં હલચલ મચાવી દીધી છે. સલામતી ખાતર અઢી લાખ જેટલા મોસુલવાસીઓ સ્થળાંતર કરી ગયા છે.

ISISની ફૌજમાં સ્થાનિક મુસ્લિમો ઉપરાંત હજારોની સંખ્યામાં વિદેશીઓ જોડાયા છે, જેમાં ઈરાકના પડોશી દેશોના સુન્ની જેહાદીઓની સંખ્યા ૯૦૦૦ જેટલી છે. તેની સેનામાં સદ્દામ હુસૈનના અનેક સાગરિતો જોડાયેલા છે જેમણે સદ્દામ-રાજસમયના પોતાના સંપર્કોનો ઉપયોગ ISISનું નેટવર્ક મજબૂત કરવા માટે કર્યો છે. આશ્ચર્યજનક વાત છે કે ISISના સૈન્યમાં ૩૦૦૦ જેટલા ગોરા સૈનિકો પણ ભરતી થયા છે! ગોરાઓ મૂળ યુરોપ-અમેરિકાના છે. તેમનું બ્રેઇન વોશિંગ હદે કરવામાં આવ્યું છે કે ધર્મ-પરિવર્તન કરી, મુસ્લિમ બની તેઓ જેહાદમાં જોડાયા છે. મેહંદી નેમુશે નામના ૨૯ વર્ષીય ફ્રેંચ યુવાને તો ISIS વતી યુરોપી દેશ બેલ્જિયમમાં એકલપંડે હત્યાકાંડ સર્જ્યો છે. ૨૪ મે, ૨૦૧૪ના રોજ તેણે બ્રસેલ્સ શહેરના એક યહુદી મ્યુઝિયમમાં આડેધડ ગોળીબાર કરી નિર્દોષોને મોતને ઘાટ ઉતાર્યા હતા. ISISના ફક્ત વર્ષના સંગાથે કોઈ વિદેશી યુવાન આટલી હદે ક્રૂર બની શકતો હોય તો સ્થાનિક મુસ્લિમ યુવાનોની ધર્માંધ માનસિકતાની આપણે કલ્પના કરવી રહી! વિદેશી મુસ્લિમો અને વિધર્મીઓને ISIS તરફ આકર્ષવા માટે આતંકવાદી સંગઠન અંગ્રેજી ભાષામાં મેગેઝિનો છાપે છે અને અંગ્રેજી સબટાઇટલ સાથેના વીડિયો જાહેર કરતું રહે છે.  

ISISનો જન્મ ૨૦૦૩માં થયો. ઈરાક અને સીરિયાના સુન્ની મુસ્લિમોની બહુમતીવાળા વિસ્તારમાં અલગ સુન્ની દેશની સ્થાપના માટે સુન્ની મુસ્લિમોએ એકઠા થઈ તેની રચના કરી. અલ-કાયદાની છત્રછાયામાં ઉછરેલા ISISનો સુપ્રીમો છે અબુ બકર અલ-બગદાદી, જેને ઈરાક અને સીરિયામાં વસતા લાખો સુન્ની મુસ્લિમોનો ટેકો છે. ૨૦૦૫માં અમેરિકન સેનાએ તેને ઝબ્બે કરી જેલમાં ધકેલી દીધો હતો. વર્ષ જેલમાં વીતાવ્યા બાદ તે ૨૦૦૯માં બહાર આવ્યો ત્યારે અમેરિકન સેનાની ધબડાટીને પરિણામે ઈરાકમાં ઈસ્લામિક આતંકવાદી સંગઠનો બેકફૂટ પર હતા. તેમની જેહાદ મશાલ બુઝાઈ નહોતી પણ દુનિયા નોંધ લે એવી આતંકી પ્રવૃત્તિઓ કરવા માટે તેમને મોકળું મેદાન નહોતું મળતું. ત્યાં અચાનક સીરિયામાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું. સરકારથી અસંતુષ્ટ લાખો લોકો સડકો પર ઉતરી આવ્યા. રાજકીય અંધાધૂંધીએ સર્જેલી અફરાતફરીનો ફાયદો ઉઠાવી આતંકવાદી સંગઠનો સુષુપ્તાવસ્થામાંથી બેઠા થયા. સમયે બગદાદીના નેતૃત્વમાં ISIS અલ-કાયદાને ટેકો આપ્યો. અલ-કાયદા વળી અલ-નુસરા ફ્રન્ટ નામના સીરિયન જેહાદી સંગઠનને મદદ કરી રહ્યું હતું. કાર બોમ્બ ધડાકા કરવા માટે કુખ્યાત અલ-નુસરાએ સીરિયન પ્રજાને ટેકે ખૂબ ટૂંકા ગાળામાં પોતાનું કદ વધાર્યું. ભવિષ્યમાં ISIS તરફથી સંભવિત સ્પર્ધા ટાળવા ગરજ સરી ને વૈદ વેરીના ન્યાયે અલ-નુસરાએ ISIS સાથે કિટ્ટા કરી લીધી. ગિન્નાયેલા ISIS અલ-નુસરા સામે મોરચો ખોલી દીધો! અલ-કાયદાની ઈચ્છા એવી હતી કે સીરિયા અલ-નુસરાને હવાલે કરી ISIS ઈરાક પૂરતું મર્યાદિત રહે. અલ-કાયદા ISISની પાંખ કાપવામાં સફળ થતાં બંનેના સંબંધો ખાટા થયા. હરોળબંધ આત્મઘાતી હુમલા કરી ઈરાક અને સીરિયામાં આતંકી પ્રવૃત્તિઓનો કોહરામ મચાવવામાં ISIS અલ-કાયદા અને અલ-નુસરા બંનેને પાછળ છોડી દીધાં છે

હાલમાં સીરિયામાં અલ-નુસરાની આણ પ્રવર્તતી હોવા છતાં ઈરાક-સીરિયા સરહદ ISISની ગિરફ્તમાં છે. સીરિયાનાદેર અલ-ઝોરપ્રાંતમાં આવેલા તેલના કૂવાઓ પર ISIS કબજો જમાવી લીધો. અહીંથી ઉલેચાતા તેલને આંતરરાષ્ટ્રીય બજારમાં બ્લેકમાં વેચી ISISને મબલખ આવક થાય છે. પૈસો પછી આતંકવાદ ફેલાવવામાં વપરાય છે. કહેવાય છે કે બગદાદીના સૈનિકો શરીર પર જે ગંજી પહેરે છે એમાં બે પડ વચ્ચે બોમ્બ સીવેલા હોય છે જેથી ગમે ત્યારે, ગમે ત્યાં વિસ્ફોટ કરી શકાય. આધુનિક શસ્ત્રોથી સજ્જ ISISની સેનાએ ઉત્તરી ઈરાકમાં ધાક જમાવી છે. મોસુલ શહેરમાં ઈરાકી સેના પર હલ્લો બોલાવી તેને દક્ષિણ તરફ ખદેડી મૂકી ISIS પોતાની તાકાત સાબિત કરી દીધી છે. ઉપરાંત તિક્રિટ, હાવિજા અને રામાડી નામના શહેરો પણ તેના તાબા હેઠળ છે. ઈરાકના પાટનગર બગદાદથી ફક્ત ૭૧ કિલોમીટર પશ્ચિમે આવેલા શહેરફલુયાહપર તો ISIS નામનો નાગ છેલ્લા પાંચ મહિનાથી કુંડળી મારીને બેઠો છે. ISIS પોતાને અલગ રાષ્ટ્રા જાહેર કરી, ઈરાકના બકુબાહ શહેરને તેમના દેશનું પાટનગર ઘોષિત કર્યું છે. તેમણે અલગ રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રમુદ્રા પણ જાહેર કરી દીધી છે.  
  
૪૩ વર્ષીય બગદાદીએ ઈસ્લામિક ધર્મગ્રંથોનો વિશદ અભ્યાસ કરી ડૉક્ટરેટ કર્યું છે, માટે તેના ઘણા બનાવટી નામો આગળડૉ.’નું ટેગ લાગેલું જોવા મળે છે. તેની સેનાના ઉચ્ચ અધિકારીઓ સિવાય બગદાદી ભાગ્યે કોઈને મળે છે. સેનાને પાનો ચડાવવા માટે તે જાહેરમાં સંબોધન કરતો હોય ત્યારે ચહેરા પર મહોરું પહેરી રાખે છે જેથી કોઈ તેનો ફોટો પાડી લે. કારણસર તેને અદૃશ્ય શેખઉપનામ મળ્યું છે. બગદાદીના બે ઝાંખા ફોટા ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. એક ઈરાક સરકારે સત્તાવાર જાહેર કર્યો છે, જ્યારે બીજો કોઈ ગુમનામ વ્યક્તિ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે. ફોટા વિશે મતમતાંતર પ્રવર્તે છે. કોઈ કહે છે કે બંને ફોટા ઘણા જૂના છે અને બગદાદીનો વર્તમાન દેખાવ ઘણો અલગ છે, તો કોઈ કહે છે કે ફોટા બગદાદીના છે નહીં.

ઈરાક સરકાર અને સેનાની અસફળતા નિરાશાજનક બલ્કે શરમજનક છે. ઈરાક સરકારે દેશના શિયા મુસ્લિમોને અપીલ કરવી પડી છે કે તેઓ ISIS સામે સશસ્ત્ર હુમલો કરવામાં સરકારનો સાથ આપે. સરકારે કુર્દ પ્રજા પાસે પણ મદદની ધા નાખી છે. તુર્કી, ઈરાક, ઈરાન અને સીરિયાના સરહદી પ્રાંતમાં વસતી પ્રજા પાછી વર્ષોથી અલગકુર્દિસ્તાનદેશ સ્થાપવાની વેતરણમાં પડી છે. (છે ને, ‘એક દિલ હજાર અફસાનેજેવી મોકાણ?!) જોકે અલગ દેશ મેળવવા માટે કુર્દ પ્રજા આતંકવાદ ફેલાવવામાં નથી માનતી.

ISIS સંગઠનને અમેરિકા અને યુનાઇટેડ નેશન્સે એકી અવાજે મિડલ ઇસ્ટના દેશો માટેનોખતરોજાહેર કર્યો છે. પડદા પાછળથી અમેરિકા ઈરાકી સૈન્યને આર્થિક મદદ કરી રહ્યું છે પણ પૂરતી પડતાં ઈરાકના વડાપ્રધાન મલિકીએ અમેરિકા પાસે ડ્રોન હુમલાની ગુહાર નાખી છે, એટલે વહેલું-મોડું અમેરિકા એક્શનમાં આવશે તો પાકું. નકાબપોશ બગદાદીના હાલ ઓસામા અને હુસૈન જેવા કરવા માટે અમેરિકા આતુર છે  
અલ-કાયદાના બગલબચ્ચા તરીકે ઉછરેલું ISIS નાગ બનીને ફૂંફાડા મારી રહ્યું છે ત્યારે આવનારા દિવસોમાં પાટનગર બગદાદ પર કબજો જમાવી ઈરાકના ભૌગોલિક ટુકડા કરવામાં નિમિત્ત બનશે કે પશ્ચિમી દેશોના આક્રમણ સામે નેસ્તનાબૂદ થશે જોવું રસપ્રદ બનશે.   


નોંધઃ ૧ જૂન ૨૦૧૪ના રોજ આ લેખ 'ગુજરાત ગાર્ડિયન'ની પૂર્તિ 'મિડવીક ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.

No comments:

Post a Comment