Sunday, 12 June 2016

ફિલ્મ રિવ્યૂઃ ‘ધ કન્જ્યુરિંગ ૨’- જલસો પાડી દેતો ભૂતિયા અનુભવ



મોટાભાગની હોરર ફિલ્મો એવી હોય છે જે જોઈને ડરવાને બદલે હસવું આવે. સિત્તેર-એંસીના દાયકામાં હોલિવુડમાં બનેલી હોરર ફિલ્મો ઉત્તમ હતી અને ફિલ્મોમાં દર્શકોને ડરાવવાની લગભગ બધ્ધી ટ્રીક્સ અજમાવી દેવાઈ હતી. જમાનાની એક્ઝોર્સિસ્ટ’, ‘ એન્ટિટીઅનેઇવલ ડેડજેવી ફિલ્મોને યાદ કરો તો થાય કે એનાથી વિશેષ તો શું બતાવી શકાય. હા, નવા જમાનાની ટેક્નિકને લીધે ક્યારેક કોઈકપેરાનોર્મલ એક્ટિવિટીકે રિંગજેવો સુખદ (કે ડરામણો!) અપવાદ સર્જાઈ જાય બાકી હોરર ફિલ્મોમાં કરી કરીને શું કરી શકાય? આપણે ત્યાં૧૯૨૦અનેરાઝજેવા ગણ્યાગાંઠ્યા અપવાદોને બાદ કરતા વિક્રમ ભટ્ટ આણિ કંપની રેઢિયાળ હોરર્સ બનાવતા રહ્યા છે અને એવી ચવાઈને ચુથ્થો થઈ ગયેલી ફોર્મ્યુલા હોરર ફિલ્મો હોલિવુડમાં પણ ઠલવાતી રહે છે.

હોરર ફિલ્મોના આવા ગરીબ સિનારિયો વચ્ચેજેમ્સ વૉનનામના યુવાન દિગ્દર્શકે કંઈક વિશેષ પીરસવાનું શરૂ કર્યું છે અને એમાં આબાદ સફળ થયા છે. ૨૦૧૩માં આવેલી કોન્જ્યુરિંગને વિશ્વભરમાં તોતિંગ સફળતા અપાવી. ભારતમાં હોલિવુડની હોરર ફિલ્મોના ઝાઝા લેવાલ નથી હોતા અને હોય તેમાંય મહિલા દર્શકવર્ગ ભાગ્યે હોય છે. લેકિન, કિન્તુ, પરંતુ... ‘ કોન્જ્યુરિંગમાં કંઈક એવું હતું કે ભારતમાંય એને ખૂબ મોટા પ્રમાણમાં મહિલા દર્શકવર્ગ મળ્યો. અને કંઈક હતું ઈમોશન! યસ્સ... જેમ્સ વૉને હોરર ફિલ્મમાંય ઈમોશન પીરસીને દર્શકોને બરાબરના જકડ્યા. ભૂતોને લીધે દુઃખી થતા તેમની ફિલ્મના પાત્રો સાથે દર્શકોકનેક્ટથઈ જાય છે અને એમનું દુઃખ અનુભવે છે; અને કાલ્પનિક પાત્રો સાથે સંધાતો અદૃશ્ય સેતુ એમની હોરર ફિલ્મોને અધધધ સફળતા અપાવે છે. ‘ કોન્જ્યુરિંગબાદ કોન્જ્યુરિંગ માંય જેમ્સ વૉને સિક્સર ફટકારી છે અને સાબિત કરી દીધું છે કે સિકવલ્સ પણ ઓરિજનલ ફિલ્મ જેટલી સારી હોઈ શકે. (બાય વે, કોન્જ્યુરિંગ એટલેબોલાવવું’. શું બોલાવવું જાણવા તો ફિલ્મ જોવી પડે)    

કમિંગ બેક ટુકોન્જ્યુરિંગ ’, મૂળ ફિલ્મની જેમ આમાંય ભૂતિયા ઘર છે અને ઘરમાં રહેનારની અપાર મુસીબતોનો ચિતાર છે. ખોફનાક પ્રસંગોની હારમાળા છે અને થથરાવી દે એવા ભૂતો છે. પણ હોરર ફિલ્મને માત્ર હોરર રહેવા દેતા અહીં દિગ્દર્શકે સસ્પેન્સ ક્રિએટ કર્યું છે જે છેલ્લે સુધી દર્શકોને જકડી રાખે છે. ફરી એકવાર ભૂતિયા કેસને સોલ્વ કરવા મેદાને પડનારા વોરન દંપતિના રોલમાંવેરા ફાર્મિગાઅનેપેટ્રિક વિલ્સનનેચરલ એક્ટિંગનું અત્યંત ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. જોકે, ચાર બાળકોની સિંગલ મધર તરીકેફ્રાન્સીસ કોનોરનબળી લાગી. યાદ કરો તોકોન્જ્યુરિંગના પહેલા ભાગમાં લીલી ટેલરે કેટલો અદ્ભુત અભિનય કર્યો હતો. લીલીની યાદગાર ભૂમિકાની સરખામણીમાં ફ્રાન્સીસ ભૂલી જવા લાયક ગણાય. અન્ય કલાકારો પણ ઠીકઠાક છે. પણ જે વસ્તુ માટે થિયેટરમાં ગયા હોય હોરર ક્વૉશન્ટફુલ ફોર્મમાં બતાવાયો હોય પછી ફરિયાદ શેની! ફિલ્મમાં ભૂતો જે ધમાલ મચાવે છે કાચાપોચા હૃદયનાઓને તો ચીસ પડાવી દે એવી ભયંકર છે. ધમાકેદાર બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને આલાગ્રાન્ડ કેમેરા વર્ક ફિલ્મના ઓવરઓલ હોરર ફીલમાં વધારો કરે છે. દિગ્દર્શકે ફિલ્મને ક્યાંકઓવર ટોપજવા નથી દીધી. કોઈ ફાલતુગીરી નહીં, કોઈ ચીલાચાલૂગીરી નહીં. ભૂતોમાં વિશ્વાસ નહીં ધરાવતા લોકોનેય ફિલ્મમાં જે કંઈ બતાવાયું છે એમાં દમ લાગશે. મોટાભાગની હોરર ફિલ્મોમાં ભૂત સ્ક્રીન પર આવે એટલે દર્શકો હસવા લાગતા હોય છે. ‘ કોન્જ્યુરિંગ માં દર્શકો ડરના માર્યા ચિલ્લાય છે અને ફિલ્મ ફ્રેન્ચાઇઝીની વિશ્વવ્યાપી સફળતાનું રહસ્ય છે

સત્યઘટના પર આધારિત ફિલ્મના અંતમાં ૧૯૭૭માં ખરેખર ભૂતિયા બનાવોના શિકાર બનેલા ફેમિલીના ઓરિજનલ ફોટોગ્રાફ્સ અને ઓડિયો રેકોર્ડિંગ બતાવાયા છે, જેને સોને પે સુહાગા કહી શકાય. મારા જેવા હોરર ફિલ્મોના અઠંગ ચાહકોને જલસો પડી જાય એવી પેશકશ ચૂકવા જેવી નથી. પાંચમાંથી ચારભૂતતો બનતા હૈ...




       

No comments:

Post a Comment